Connect with us

Palitana

પાલીતાણામાં નિલકંઠ મહાદેવ મંદિરે યોગ્ય પુજારીની નિમણુંક કરવા આસી.કલેકટરને રજૂઆત કરાઈ

Published

on

a-representation-was-made-to-the-assistant-collector-to-appoint-a-suitable-priest-at-nilakantha-mahadev-temple-in-palitana

વિશાલ સાગઠિયા

પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર આવેલ નિલકંઠ મહાદેવના પુજારી તરીકે શીવપૂજા જાણતા હોય તેવા વ્યકિતની પુજારી તરીકે નિમણુંક કરવા તેમજ શેત્રુંજય ડુંગર ઉપર આવેલ મહાદેવની જગ્યા નિલકંઠ મહાદેવની જગ્યામાં શેઠ આ.ક. પેઢી દ્વારા મંદિર બાબતે ખોટો ઈતિંહાસ લખેલા ધાર્મિક લાગણી દુભાવતા બેનરો દુર કરવા અને ભવિષ્યમં આ.ક. પેઢી દ્વારા મહાદેવની જગ્યામાં અતિક્રમણ ન કરે તેવી કડક સુચના આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે સાધુ સંતો અને સનાતન ધર્મના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પ્રાંત કચેરીમાં આસી. કલેકટર યુવરાજ સિધ્ધાર્થને આપવામાં આવેલ. શેત્રુંજય ડુંગર ઉપર આવેલ નિલકંઠ મહાદેવની જગ્યાએ એક સાર્વજનીક ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે. આ સાર્વજનીક ટ્રસ્ટનું નામ મહાદેવની જગ્યા શેત્રુંજી પર્વત ઉપર પાલીતાણા તરીકે ટ્રસ્ટ રજી.નં. એ/૧૧૭૬/ ભાવનગર તરીકે મદદનીશ ચેરીટી કમિશ્ર્નર ભાવનગરના દફતરે તા.૩૧/૫/૧૯૬૮થી નોંધાયેલ છે.

a-representation-was-made-to-the-assistant-collector-to-appoint-a-suitable-priest-at-nilakantha-mahadev-temple-in-palitana

નીલકંઠ મહાદેવ મંદિરના સંચાલન માટે સરકાર તરફથી નાયબ કલેકટરને સતા આપેલ છે. અને પૂજારીની નિમણુંક કરવાની સતા પણ કલેકટરને છે.નિલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા પાલીતાણાના આસી. કલેકટરને આવેદનપત્ર આપેલ છે. જેમાં લખવામાં આવેલ છે કે સનાતન સંસ્કૃતિની સાથે સંકળાયેલા અને વિધિ વિધાનને જાણનારા કોઈ યોગ્ય પુજારી કે જે યોગ્ય રીતે શિવપૂજા કરી શકે તેવા કોઈ યોગ્ય પુજારીની નિમણુંક કરવી તેવી માંગણી હિન્દુ સમાજના લોકોની અને સનાતની સાધુ સંતોની ધાર્મિક માંગણી છે. જેથી પર્વત ઉપર તમામ ધર્મસ્થાનોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે. આવેદન પત્રમાં ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે કે ભવિષ્યમાં આણંદજી કલ્યાણજી પેઢીની કનડગત આજ રીતે શરૂ રહેશે અને સનાતની હિન્દુ સમાજ કે સાધુ સંતો શિવની આસ્થાને ધ્યાને લઈ જરૂરી પગલા ભરશે તેમાં ઉપજતા નિપજતા તમામ પરિણામોની જવાબદારી સરકારશ્રી અને આણંદજી કલ્યાણજી પેઢીના શિરે રહેશે.

Continue Reading
Advertisement
error: Content is protected !!