Connect with us

Sihor

સિહોર તાલુકાની વળાવડ પ્રાથમિક શાળાના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

Published

on

A farewell ceremony was held for the students of Maavad Primary School of Sihore taluk

પવાર

સિહોર તાલુકાની વળાવડ પ્રાથમિક શાળામા ભણતા વિદ્યાર્થીઓ આઠ ધોરણ પુરૂ કરીને હવે તેમને આ શાળા છોડીને નવમા ધોરણ માટેના અભ્યાસ માટે અન્ય સ્કૂલમાં જવું પડે છે ત્યારે આ વિદ્યાર્થીઓ એક થી આઠ ધોરણ પોતાના ગામની સ્કૂલમાં ભણતાં હોય અને હવે આ સ્કૂલ છોડીને અન્ય સ્કૂલમાં જતાં હોય ત્યારે તેની વિદાય ખુબ વસમી હોય છે અને શાળાના શિક્ષકો માટે પણ આ વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી અને ભાવના ખુબ હોવા છતાં પણ નાં છૂટકે વિદાય આપવી પડે છે

A farewell ceremony was held for the students of Maavad Primary School of Sihore taluk

ત્યારે વળાવડ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના સાથે વિદાય ગીત ગાઈને ધોરણ..1/8 ..નાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. અને સાસ્કૃતિક કાર્યક્રમ ગોઠવી વ્હાલા વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવેલ. બાબાકાકા દ્વારા વિદ્યાર્થીઓને પેન આપી ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમજ આચાર્યે પદમાબેન તેમજ શિક્ષકગણ દ્વારા બાળકોને મંચુરિયન અને નુડલ્સનો નાસ્તો આપી આઈસ્ક્રીમ આપીને મોં મીઠા કરાવીને વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!