Sihor
સિહોર નગરપાલિકાના બે કર્મીઓને અચાનક નોકરી માંથી છુટ્ટા કરી દેવાતા વિવાદ – મામલો કોંગ્રેસ સુધી પોહચ્યો

પવાર
બંને કર્મી ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, અંદરો-અંદર વિખવાદ ઉભો થતા જવાબદાર અધિકારી દ્વારા મધ્યસ્થી કરવાના બદલે છુટ્ટા કરી દીધા, મામલો કોંગ્રેસ પાસે પોહચ્યો, જયદીપસિંહે રજુઆત કરી અને બન્ને કર્મીને ફરી ફરજ પર લેવાયા
સિહોર નગરપાલિકા હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહે છે, ફાયર વિભાગમાં બે કર્મી ફરજ બજાવે છે જેઓને કોઈ કારણોસર છુટ્ટા કરી દેવાતા મામલો કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ સુધી પોહચ્યો હતો. બન્ને કર્મીઓને ફરી ફરજ પર લેવાયા છે, નગરપાલિકાના બે કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરતા વિવાદ ઉભો થયો હતો જોકે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે ચિફઓફિસર મારકણાને રજુઆત કરી મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતા, નગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા બે કર્મચારીઓને સામાન્ય બાબતને લઈ કર્મચારીઓની અંદરો અંદરના ટાંટિયા ખેંચમાં વિવાદ ઉભો થયો હતો.
સામાન્ય બાબતને ઇસ્યુ બનાવી ફાયર વિભાગના કર્મચારીઓને અધિકારી દ્વારા પ્રશ્નને નિરાકરણ લાવવાને બદલે એક તરફી નિર્ણય કરી છૂટા કરવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલો કોંગ્રેસ સુધી પોહચ્યો હતો અને સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા ચીફ ઓફિસર મારકણાને રજૂઆત કરી બન્ને કર્મીને ફરજ પર લેવા માંગ કરી હતી જોકે બન્ને કર્મીને ફરી ફરજ પર લેવાતા મામલો શાંત પડી વિવાદનો અંત આવ્યો હતો સમગ્ર મામલે કોંગ્રેસે મધ્યસથી કરી હતી.