Connect with us

Palitana

નિરાશ્રિત પરપ્રાંતીય મહિલાની મદદે પાલીતાણા અભયમ ૧૮૧ ટિમ પહોંચી

Published

on

With the help of a desperate migrant woman, Palitana Abhayam 181 reached the team

પવાર

પાલિતાણા ૧૮૧ ટીમ ને રાત્રે કોલ કરી એક યુવકે જણાવેલ મહુવા રોડ પર એક મહિલા ઊભા છે મહિલા ને તેમના પતિ એ ઘરે થી કાઢી મુકેલ છે મહિલા બહાર વિસ્તાર નાં છે ગુજરાત ના નથી જેથી તેમની મદદ માટે પાલિતાણા 181 ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા ની પૂછપરછ કરતા પીડિત મહિલા એ જણાવેલ તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે તેમના પેહલા લગ્ન થયા તેના ડિવોર્સ લીધા હતા. પહેલા પ્રેમ લગ્ન હોવા થી માતા પિતા બોલાવતા નથી જેથી તેઓ ગુજરાત મા આવતા રહેલ ત્યાં તેઓ આશ્રય ગૃહ મા રહેતા હતા. ત્યાં કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થતાં મહિલા ને લગ્ન કરવા માટે જણાવેલ મહિલા એકલવાયા જીવન થી કંટાળી ને લગ્ન કરી લેવાનો વિચાર કરેલ મહિલા ને સારો યુવક જોય ને લગ્ન કરાવે આપેલ મહિલા તેમના પતિ સાથે સાસરી મા આવતા રહેલ ત્યાં એક મહિનો રહ્યા બાદ મહિલા ને ખેંચ આવતી હોય

With the help of a desperate migrant woman, Palitana Abhayam 181 reached the team

તેની જાણ પતિ ને થતાં પતિ એ મહિલા ને સુરત દવા લેવા જવા જણાવેલ બસ મા બેસાડી મહિલા ને એકલા સુરત જવા જણાવેલ તેમના ભાઈ લેવા આવશે એવું કહી મહિલા ને મોકલી આપેલ રસ્તા મા મહિલા ને પતિ પર શંકા જતા ભાઈ ને કોલ કરેલ ભાઈ ને સુરત આવવાની વાત પતિ એ કરેલ નથી તેની જાણ થતાં મહિલા એ પતિ ને કોલ કરેલ પતિ નો ફોન બંધ આવેલ મહિલા અજાણ્યા વિસ્તાર માં એકલી પડી જતા ગભરાય ગયેલ હતા જેથી મહિલા ની પૂરી વાત સાંભળ્યા બાદ સલાહ સૂચન આપેલ કાયદાકીય માહિતી આપેલ મહિલા ને હાલ તેમના ઘરે જાય શકે તેમ નાં હોય પરિવાર માંથી કોઈ કોન્ટેક્ટ નથી જેથી આશ્રય ગૃહ મા આશ્રય અપાવેલ મહિલા ને આગળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ.

error: Content is protected !!