Palitana
પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
કુવાડિયા
ભૌતિક સુવિધાઓ સાથે આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે : કેન્દ્રીય મંત્રી ડો . મનસુખભાઇ માંડવીયા
પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા એ દતક લીધું છે
આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયાએ લાખ્ખોના ખર્ચે વિવિધ વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રી ડો મનસુખ ભાઇ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધાની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે.
નીતિ , રીતે અને વ્યવહાર હજુ ગામડામાં રહેલા છે. આવનારો સમય ગામડાનો આવી રહ્યો છે. આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે. આ કાર્યક્રમ ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, મહેન્દ્રભાઇ સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ , તાલુકા વિકાસ અધિકારી સુરેશભાઈ ચૌધરી, ખાખરીયા ગામના સરપંચશ્રી સંજયભાઇ હિંગુ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા