Bhavnagar
મહુવામાં મુશળધાર 5 ઇંચ વરસાદ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

પવાર
ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો
મહુવામાં મુશળધાર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જ્યારે ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગોહિલવાડ પંથકમાં મેઘ મહેર યથાવત રહી છે. જિલ્લાના મહુવા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. મહુવામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શનિવારે સવારના 6 થી સાંજના 6 સુધીમાં ભાવનગરમાં 1 મી.મી.,સિહોર માં 8 ,મી.મી.ગારીયાધાર માં 4 મી.મી.,પાલીતાણા માં 5 મી.મી., તળાજામાં 6 મી.મી., મહુવામાં 123 મી.મી. અને જેસરમાં 3 મી.મી.વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાકની રહી હતી.