Bhavnagar

મહુવામાં મુશળધાર 5 ઇંચ વરસાદ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Published

on

પવાર

ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો

મહુવામાં મુશળધાર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જ્યારે ભાવનગર શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગોહિલવાડ પંથકમાં મેઘ મહેર યથાવત રહી છે. જિલ્લાના મહુવા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. મહુવામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Torrential 5 inches of rain fell in Mahuwa: many areas were flooded

શનિવારે સવારના 6 થી સાંજના 6 સુધીમાં ભાવનગરમાં 1 મી.મી.,સિહોર માં 8 ,મી.મી.ગારીયાધાર માં 4 મી.મી.,પાલીતાણા માં 5 મી.મી., તળાજામાં 6 મી.મી., મહુવામાં 123 મી.મી. અને જેસરમાં 3 મી.મી.વરસાદ  નોંધાયો હતો. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાકની રહી હતી.

Advertisement

Exit mobile version