Sihor
સિહોરના અજયભાઈ ભાટીની પ્રેરક પ્રામાણિકતા ; રોકડ રકમનું મળેલું પર્સ મૂળ માલિક હેતલબેન ચાવડાને પરત કર્યું
પવાર
બધું જ ખરાબ થતું હોય તેવું નથી. ચારે બાજુ નિરાશા વ્યાપેલી હોઈ છે ત્યાં એક ચોક્કસ આશાનું કિરણ માણસને જીવાડવા માટેનું બળ પૂરૂં પાડે છે. સિહોરના અજયભાઈ ભાટીની પ્રામાણિકતા એ પ્રેરણા આપતું ઉદાહરણ છે. આજે સવારના ૭ કલાક આસપાસ સિહોર રેલ્વે સ્ટેશન ખાતે રહેતા હેતલબેન ચાવડા જેઓ શહેરના રાજકોટ રોડ ગરીબશા પીર પાછળ આવેલ સચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવા જઈ રહ્યા તે દરમિયાન તેમનું પોતાનું પર્સ એક્ટિવામાં રાખેલ તે પડી ગયેલ હતું.
શહેરના લીલાપીર વિસ્તારમાં રહેતા ભાટી અજયભાઈ જેઓ પોતાની ભત્રીજીને સ્કુલે મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન ટાણા ચોકડી રોડ પર એક પર્સ મળતા તેઓએ શંખનાદ સંસ્થાના સંચાલક માલિક મિલન કુવાડિયા ને ટેલીફોનીક જાણ કરી હતું અને હરીશ પવાર સ્થળ ઉપર પહોંચી જેઓ પાસેથી પર્સ લઈ ને મૂળ માલિક શિક્ષિકા બેનને રૂબરૂ આપી દીધેલ શિક્ષિકા હેતલબેન ચાવડાને પર્સ મળતા હર્ષ ની લાગણી અનુભવી હતી અને જે પર્સમાં ATM કાર્ડ.અન્ય ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ મૂળ હાલતે મળી આવેલ જેઓએ પ્રમાણિકતા ના પ્રણેતા અજયભાઈ ભાટીને અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી