Sihor
રાહુલ ગાંધીને યાત્રા રોકવાની સલાહ વચ્ચે રાજસ્થાનમાં ભાજપ જનાક્રોશ યાત્રા રાખશે ચાલુ

દેવરાજ
- રાજસ્થાન ભાજપનો બે કલાકમાં યૂટર્ન – જનાક્રોશ યાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય બદલ્યો
રાજસ્થાન ભાજપે ગુરુવારે પોતાના જ એક નિર્ણય પરથી પલટી મારી છે . આ નિર્ણય હતો રાજસ્થાનમાં જનાક્રોશ યાત્રાને કોરોનાના સંભવિત ખતરાને જોતા સ્થગિત કરવાનો . પરંતુ માત્ર બે કલાકમાં રાજસ્થાન ભાજપે પોતાના નિર્ણય પરથી યૂટર્ન માર્યો હતો કોવિડના વધતા ખતરાને જોતા ભાજપે આજે સાંજે ત્રણ વાગ્યે રાજસ્થાનમાં ચાલી રહેલી જનાક્રોશ રેલીને રદ્દ કરવાનું એલાન કર્યું હતું . તમામ જનસંચાર માધ્યમોમાં આનેલઈને સમાચાર પણ આ ગયા હતા પરંતુ બે કલાક બાદ સાંજે રાજસ્થાન ભાજપે યાત્રા સ્થગિત રાખવાના નિર્ણય પરથી યૂટર્ન લીધો હતો. રાજસ્થાન ભાજપે ટ્વિટર પર લખ્યું છે
કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવતી નથી ત્યાં સુધી જનાક્રોશ સભાઓ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમો પ્રમાણે આયોજીત કરાશે પરંતુ કોરોનાની સામાન્ય સાવધાનીઓનું પાલન અવશ્ય કરવું જોઇએ. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્ર લખીને ભારત જોડો યાત્રા સ્થગિત કરવા માટે જણાવ્યાનો વિવાદ ચાલી રહ્યો છે . રાહુલ ગાંધીએ આને યાત્રા રોકવાનો હથકંડો ગણાવીને ભારત જોડો યાત્રા સ્થિગત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ વિવાદ વચ્ચે જ રાજસ્થાન ભાજપે જનાક્રોશ યાત્રાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જો કે બે કલાક બાદ યૂટર્ન લઇને યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય રાજસ્થાન ભાજપે જાહેર કર્યો હતો