Sihor

સિહોરના અજયભાઈ ભાટીની પ્રેરક પ્રામાણિકતા ; રોકડ રકમનું મળેલું પર્સ મૂળ માલિક હેતલબેન ચાવડાને પરત કર્યું

Published

on

પવાર

બધું જ ખરાબ થતું હોય તેવું નથી. ચારે બાજુ નિરાશા વ્યાપેલી હોઈ છે ત્યાં એક ચોક્કસ આશાનું કિરણ માણસને જીવાડવા માટેનું બળ પૂરૂં પાડે છે. સિહોરના અજયભાઈ ભાટીની પ્રામાણિકતા એ પ્રેરણા આપતું ઉદાહરણ છે. આજે સવારના ૭ કલાક આસપાસ સિહોર રેલ્વે સ્ટેશન ખાતે રહેતા હેતલબેન ચાવડા જેઓ શહેરના રાજકોટ રોડ ગરીબશા પીર પાછળ આવેલ સચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવા જઈ રહ્યા તે દરમિયાન તેમનું પોતાનું પર્સ એક્ટિવામાં રાખેલ તે પડી ગયેલ હતું.

the persuasive honesty of Ajaybhai Bhati of Sihore; The purse containing the cash was returned to the original owner, Hetalben Chavda

શહેરના લીલાપીર વિસ્તારમાં રહેતા ભાટી અજયભાઈ જેઓ પોતાની ભત્રીજીને સ્કુલે મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન ટાણા ચોકડી રોડ પર એક પર્સ મળતા તેઓએ શંખનાદ સંસ્થાના સંચાલક માલિક મિલન કુવાડિયા ને ટેલીફોનીક જાણ કરી હતું અને હરીશ પવાર સ્થળ ઉપર પહોંચી જેઓ પાસેથી પર્સ લઈ ને મૂળ માલિક શિક્ષિકા બેનને રૂબરૂ આપી દીધેલ શિક્ષિકા હેતલબેન ચાવડાને પર્સ મળતા હર્ષ ની લાગણી અનુભવી હતી અને જે પર્સમાં ATM કાર્ડ.અન્ય ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ મૂળ હાલતે મળી આવેલ જેઓએ પ્રમાણિકતા ના પ્રણેતા અજયભાઈ ભાટીને અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી

Trending

Exit mobile version