Palitana
પાલીતાણાના દુધાળા ગામના કુવા માંથી યુવકની લાશ મળી આવી

પવાર
- મૃતક યુવાનની પત્ની ગુમ પોલીસ દ્વારા પત્નીની શોઘખોળ શરૂ કરાઇ
પાલીતાણાના દુધાળા ગામે ભાઈ પાસે આવેલ પરપ્રાંતિય યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી મચી જવા પામી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકના ગળાના ભાગે ગળાટુંપો દિઘાના નિશાન અને હાથ-પગ દોરડું બાંધેલ હાલતે જોવા મળ્યા હતા. જેને લઈ યુવાનની હત્યા બાદ તેના મૃતદેહને કુવામાં ફેંકી દેવાયો હોવાનું ખુલવા પામ્યું હતું.જેને લઈ મૃતકના ભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કર્યો છે. મૃતક યુવાનની પત્ની ફરાર હોય પોલીસ દ્વારા પત્નીની પણ શોધખોળ હાથ ધરી છે તદ ઉપરાંત શંકાની સોય પણ પત્ની તરફ વળી હોય તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કિલ્લાજોબર ગામના વતની સુરપસિંગ મંગલીયા મહેડા ઉંમર વર્ષ ૧૮ ચાર દિવસ પુર્વે પત્ની શારદાબન સાથે પાલીતાણાના દુધાળા ગામે વાલજીભાઈ પટેલની વાડીએ રહેતા તેના ભાઈ વાલ સિંગ મંગલીયા મહેડાને ત્યા બન્ને આવ્યા હતા.
દરમિયાન વાલસિંગ તેના પત્ની અને બહેન બીજી વાડીએ મજુરી આ કામે ગયા હતા. ત્યારે વાલસિંગભાઈના દિકરાએ ફોન કરી જાણ કરી હતી. કે કાકા સુરપસિંગ કૂવામાં પડી ગયા છે. જેને લઈ પરિવાર દોડી આવ્યો હતો. અને પોલીસને વાકેફ કરતા પાલીતાણા રૂરલનો સ્ટાફ દુધાળા ગામે દોડી ગયો હતો.દરમિયાન સ્થાનિક લોકોની મદદથી યુવાનનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢતાં તેના હાથ-પગ દોરડાથી બંધાયેલ આ હાલતે અને ગળાના ભાગે ગળાપો દિધાના નિસાન જેવા મળ્યા હતા. જેને લઈ યુવાનની હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દેવાયો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસ મૃતદેહનો કબ્જો સંભાળી પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ઝીણવડ ભરી તપાસ હાથ ધરી છે ત્યારે મૃતક યુવાનની પત્ની હાલ લાપતા હોય પોલીસ દ્વારા પત્ની તરફ પણ શંકાની સોય ટાંકવામાં આવી છે હવે પત્ની પોલીસના હાથ લાગે અને નિવેદન લીધા બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠશે આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ વાસિંગભાઈ મહેડાએ પાલીતાણા રૂરલમાં ફરિયાદ નોધાવી હતી