Connect with us

Sihor

તંત્ર આકરા પાણીએ : સિહોરમાં ફાયર NOC વગરના 3 બિલ્ડિંગ માલિકને નોટિસ

Published

on

Tantra Akra Pani Aye: Notice to 3 building owners without fire NOC in Sehore

આગામી દિવસોમાં ફાયર સિસ્ટમ નહીં લગાવાય તો બિલ્ડિંગને સીલ મરાશે ; આગામી દિવસોમાં ફાયર NOC મામલે મોટી કાર્યવાહી થઈ શકે છે

રાજ્યમાં ફાયર પ્રિવેન્શન એક્શન બાબતે ભૂતકાળમાં આચરવામાં આવેલી બેદરકારીના કારણે સુરતમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ભયંકર આગની ઘટના બની હતી, જેથી સરકારના આદેશ બાદ વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિક કડક એક્શન લેવામાં આવ્યા હતા જેનાં ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ અને રાજ્ય આપતી વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દિશા નિર્દેશ આપ્યો હતો જેને લઈ દરેકે નગરપાલિકા વિસ્તારમાં ફાયર સિસ્ટમ લગાવવા અને ફાયર વિભાગમાંથી એનઓસી લેવા આદેશ આપ્યો હતો.

 

Tantra Akra Pani Aye: Notice to 3 building owners without fire NOC in Sehore

જેને પગલે સિહોર નગરપાલિકા દ્વારા પણ બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારી ફાયર પ્રિવેન્શન સિસ્ટમ લગાવવા અને પાલિકા પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવા આદેશ આપવામાં આવ્યો છે, સિહોર નગરપાલિકા વિસ્તારમાં અનેક બિલ્ડિંગમાં ફાયર એનઓસી વગરના ધમધમે છે ત્યારે પાલિકા ચિફ ઓફિસર અને ફાયર વિભાગ દવારા ત્રણ બિલ્ડીંગ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ મળ્યાના દિવસોમાં ફાયર એનઓસી સિસ્ટમ લગાવવા સૂચના આપવામાં આવી છે. જો ફાયર સિસ્ટમ નહીં લગાવવામાં આવે તો આ મિલ્કત સીલ કરાશે. આગામી દિવસોના નગરપાલિકા વિસ્તારમાં જે પણ મિલ્કત ધારકોએ ફાયર સિસ્ટમ લગાવેલી નહીં હોય કે પછી એનઓસી નહીં મેળવી હોય તો નગરપાલિકા તરફથી પાણીના અને ગટરના કનેક્શન કટ કરવા, અને બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજા તબક્કામાં નગરપાલિકા હદમાં આવેલા હોટલ, વાડી/પાર્ટીપ્લોટ, મલ્ટીપ્લેક્ષ, સુપરમાર્કેટ, પેટ્રોલપંપ તેમજ કોમર્સિયલ બિલ્ડીંગને નોટીસ આપવામાં આવશે અને તેમાં કોઇ બાંધછોડ ચલાવી નહીં લેવાય કહી શકાય કે આગામી દિવસોના ફાયરના એંનઓસી મુદ્દે મોટી કાર્યવાહી થઈ શકે છે

Advertisement
error: Content is protected !!