Sihor
સિહોરના જાણીતા ઉદ્યોગપતિ દેવુભાઈ ધોળકિયા દ્વારા ધાબળા વિતરણ

દેવરાજ
સિહોરનાના જાણીતા એવા દેવુભાઈ ધોળકિયા દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ભગવાનના ઘર ખાતે 100 લોકોને ગરમ ધાબળાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શહેરના જાણીતી કંપની ડેન્ટોબેકના માલિક એવા દેવુભાઈ ધોળકિયા દ્વારા શિયાળાની ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે જરૂરિયાત મંદ લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં દેવુભાઈ ધોળકિયા દ્વારા આ ગરમ ધાબળાઓ ભગવાનના ઘરને સુપ્રત કરવામાં આવ્યા હતા અને ભગવાનના ઘર દ્વારા જરૂરિયાત મંદ લોકોને ધાબળાઓ વિતરણ કરવામાં આવ્યા હતા