Palitana
પાલિતાણાના હણોલ ગામ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયો
પવાર
- નંદ ઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી..
- જન્માષ્ટમીના પાવન પર્વ પ્રેમ, સુખ અને શાંતિ અર્પે તેવી પ્રાર્થના વ્યક્ત કરતા કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા
ભાવનગર જિલ્લાની એક દિવસીય પ્રવાસે પધારેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયા પાલિતાણા ખાતેના હણોલ ગામ ખાતે ઉજવવામાં આવનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મટકી ફોડ, રાસ ગરબા સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મંત્રીશ્રીએ ગ્રામજનોના મટકી ફોડના ઉત્સાહને બિરદાવી ભગવાનશ્રી કૃષ્ણના જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. લોકોને સુખમય અને તંદુરસ્ત રહેવા અંગે મંત્રીશ્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા હળોલ ગામ ખાતે આશરે રૂ.૫૦ લાખના ખર્ચે સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત તૈયાર થનાર એનિમલ હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત મંત્રીશ્રીએ હળોલ ગામ ખાતે વિકાસલક્ષી કામોની સમીક્ષાઓ કરી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રી સાથે પાલિતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો તેમજ હણોલ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.