Bhavnagar
ભાવનગર અમદાવાદ હાઈવે 8 મહિના માટે બંધ કરી ડાયવર્ઝનના નિર્ણયને શક્તિસિંહે તઘલખી ગણાવ્યો

કુવાડિયા
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રસ્તો બંધ કરવાના નિર્ણયને તઘલખી ગણાવી કહ્યું ફેરવિચારણા કરો, રસ્તાની સમાંતર ગામોમાંથી ડાયવર્ઝન આપવું જોઈએ
ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા રોડને આજે 14મી એપ્રિલથી બંધ કરાયો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ આ નિર્ણયને તઘલખી નિર્ણય ગણાવીને સરકારે ફેરવિચારણા કરે તેવી માંગ કરી છે. 9 મહિના માટે અમદાવાદથી ભાવનગરની મુસાફરી કરવા માટે 80 કિમીનો મસમોટો ડાયવર્ઝન અપાયો છે. તેનો તેમણે વિરોધ નોંધાવ્યો છે. કોન્ટ્રાક્ટર નહી પંરતુ પ્રજાનું હિત વિચારીને નિર્ણય કરવા માટે સાંસદે અપીલ કરી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શોર્ટ રૂટના નામથી ઓળખાતો ભાવનગરથી અમદાવાદ જતા રસ્તાને સરકારએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેરવિચારણા કરે તેવી માંગ કરું છું. સરકારે કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. બ્રીજના કામ માટે રસ્તો 9 મહિના સુધી પૂર્ણ બંધ કરી 80 કિલોમીટર સુધીનું લાબું ડાયવર્ઝન? રસ્તાની સમાંતર આવતા ગામોમાંથી ડાયવર્ઝન આપવા જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે. ધોલેરા અમદાવાદ 4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
હવે જો અમદાવાદથી ભાવનગર જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે. આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણયને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે તઘલખી નિર્ણય ગણાવ્યો છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાવનગર અમદાવાદનો રસ્તો અચાનક બંધ કરવાનો નિર્ણય તઘલખી છે. 4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અપાયેલ 80 કિ.મી લાંબુ ડાયવર્ઝન યોગ્ય નથી. આ રસ્તા પર આવેલા ગામડાના લોકોને મોટી પરેશાનીનો સામનો કરવો પડશે. તેમણે આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં.