Bhavnagar
ભાવનગર-અમદાવાદના શોર્ટ રૂટનો માર્ગ બંધ કરવાનું કલેક્ટરનું જાહેરનામું રદ ; રાજ્યસભા સાસંદ શક્તિસિંહે ઉઠાવ્યો હતો વાંધો

કુવાડિયા
ઓન ધ સ્પોટ રાત્રીના 8/40 કલાકે
ભાવનગર અને અમદાવાદ વચ્ચેના રોડને 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ જાહેરનામાનો વિરોધ કર્યો હતો. સાંસદ શક્તિસિંહ ગોહિલે આ રસ્તો બંધ કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, શોર્ટ રૂટના નામથી ઓળખાતો ભાવનગરથી અમદાવાદ જતા રસ્તાને સરકારશ્રીએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ કરું છુ. ફોર લેન એક્સપ્રેસવેના નિર્માણ કાર્યને કારણે આજથી જાહેરનામું અમદાવાદના જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ભારે વિવાદ વચ્ચે આખરે આ જાહેરનામું રદ્દ કરવાની ફરજ પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયને તઘલખી ગણાવીને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે તેનો વિરોધ કર્યો હતો.જેના પગલે ભારે વિરોધને જોતા આખરે આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શોર્ટ રૂટ બંધ થવાનાં કારણે સુરત અને અમદાવાદથી ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, ઉના અને દિવ જતી સેંકડો બસોને ખુબ જ લાંબો રૂટ પસાર કરીને જવું પડે તેવી સ્થિતિ હતી. આ રૂટ બંધ થવાના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના પરિવહન પર અસર પડે તેવી શક્યતા હતી. જો કે હવે આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવતા આખરે બસ ચાલકો, ટ્રાન્સપોર્ટર અને સામાન્ય નાગરિકોને હાશકારો થયો હતો ત્યારે વિવાદ વધારે વકરે તે પહેલા નિર્ણય પાછો ખેંચી લેવામાં જ શાણપણ સમજીને સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો છે.