Sihor
સિહોરમાં રથયાત્રા નજીક આવતાં સુરક્ષા-વ્યવસ્થા માટે મિટિંગોનો દોર શરૂ ; મહોલ્લા બેઠક યોજાઈ

દેવરાજ
સિહોરના ઠાકર દ્વારા મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે પરંપરાગત મુજબ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડ દ્વારા રથયાત્રાની તૈયારીના સંદર્ભે મહોલ્લા બેઠક યોજાઇ હતી, જેમાં સિહોર નગરના સૃષ્ટિઓ તેમજ વેપારીઓ તેમજ જગન્નાથજી રથયાત્રાના કમિટી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર દિવસોમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે.
ત્યારે આપણે સૌ સાથે મળીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત સન્માન કરીએ અને શાંતિપૂર્ણ રીતે આપણા વિસ્તારમાંથી જગન્નાથજી રથયાત્રા નીકળી જાય તેવા હેતુથી દરેક લોકોએ સાથ અને સહકાર આપવો અને કોઈપણ જાતની અસામાજિક પ્રવૃત્તિઓ જણાતી હોય તો સિહોર પોલીસ મથકનો સંપર્ક કરી શકો છો, સૌના સાથ અને સહકારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આપણે પુર્ણાહુતિ કરશું, મહોલ્લા બેઠકમાં જરૂરી ચર્ચા વિચારણા થઈ હતી