Sihor
સિહોર મુખ્ય બજાર અને મોટાચોકમાં ગટર ઉભરાવાની સમસ્યા જ્યાં ની ત્યાં ; કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા ચીમકી

દેવરાજ
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, સ્થાનિકો વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા, તંત્ર ખુલ્લી આંખે તમાશો જુએ છે, કોંગ્રેસના રાજુ ગોહેલ, યુવરાજ રાવ, અનિલ બારોટ મેદાનમાં, આવતા ત્રણ દિવસમાં ગટરના પાણી બંધ ન થાય તો આંદોલન
સિહોર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી ગટર યોજના આડેધડ કામગીરીના કારણે સદંતર નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે ગટર ઉભરાવાની સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આરોગ્ય સામે જોખમ ઊભુ થયુ છે. શહેરના મોટાચોક સહિત અનેક વિસ્તારોમાં ભીલવાડા ખાંચા, મેઇન રોડ, વડલા ચોક, પોલીસ સ્ટેશન, નગરપાલિકા થી લઈ છેક ટાણા ચોકડી સુધી આ ગટરનું પાણી રોડ ઉપર થી પસાર થઈ રહ્યું છે.
ત્યારે રાહદારીઓ તેમજ દુકાંનધારકોની દુકાન પાસે થી આ ગંદકી પાણી થી પરેશાન થતા હોય છે અને વાહન ચાલકો આ ગંદકી ના પાણી માંથી પસાર થાય તો તેના છાટા રાહદારીઓ ને ઉડતા કપડા બગડતા હોય છે તેમ છતાં તંત્ર ના નિષ્ઠુર લોકો નિષ્ક્રિયતા લાપરવાહી રાખી રહ્યા છે તો આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા માંગ છે. આ વિસ્તારની છાસવારે ડ્રેનેજ લાઈન ઉભરાવાની કાયમી સમસ્યા હોય ત્યારે તંત્ર દ્વારા ઉકેલવામા કેમ આવતો નથી..? તે મોટો સવાલ છે, ગટરના પ્રશ્ને વેપારીઓએ અનેકવાર જવાબદાર તંત્રને રજૂઆત કરી હતી પરંતુ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી.
જેના લીધે કોંગ્રેસના યુવા કાર્યકરો રોષે ભરાયા છે કોંગ્રેસના રાજુ ગોહેલ, યુવરાજ રાવ, અનિલ બારોટે આક્રોશ વ્યક્ત કર્યો છે કહ્યું છે કે ઘણા દિવસોથી ગટરના પાણી ઉભરાઇને માર્ગો પર વહી રહ્યાં છે જેના કારણે રાહદારીઓ અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. રાહદારીઓને નાછુટકે ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. આવતા ત્રણ દિવસમાં ગટરના પાણી બંધ ન થાય તો લોકોને સાથે રાખી જનઆંદોલન કરીશું