Connect with us

Sihor

સિહોર નજીક આંબલા ગામે રોડ અકસ્માત :દીકરીની રાહ જોઈ ઉભેલા પિતાને કાર ચાલકે ઉડાડતા કરૂણમોત.

Published

on

Road accident in Ambala village near Sihore: The father who was waiting for his daughter was killed by a car driver.

દેવરાજ

યુવાન પિતાને અડફેટે લઈ નુકસાન પહોંચાડી કારને ઘટના સ્થળે છોડી મૂકીને કારચાલક ફરાર

સિહોર નજીક આંબલા ગામે રોડની એક સાઇટ ઉપર દીકરીની રાહ જોઈ ઉભેલા યુવાન પિતાને પૂર ઝડપે આવેલા કાર ચાલકે ઉડાડતા ઘટના  તેનું મોત નિપજ્યું હતું.

Road accident in Ambala village near Sihore: The father who was waiting for his daughter was killed by a car driver.

હિટ એન્ડ રન જેવા આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોરના સોનગઢ નજીકના આંબલા ગામે રહેતા કિશનભાઇ બાલાભાઈ મકવાણા( ઉં.વ. 32 ) બપોરે આંબલા ગામ પાસે રોડની એક્સાઇડ ઊભા રહી સોનગઢથી સ્કૂલેથી આવી રહેલ તેની દીકરીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે ઘસી આવેલ gj 04 એપી 38 નંબરની ટાટા ઇન્ડિકા કારના ચાલકે તેને અડફેટે લઈ ઉડાડયા હતા.

Road accident in Ambala village near Sihore: The father who was waiting for his daughter was killed by a car driver.

માથાના ભાગે ગંભીર ઇજા થતાં કિશનભાઇ નું કરુણ મોત નીપજ્યું હતું. કિશોરભાઈ ને અડફેટે લીધા બાદ કાર ચાલકે રોડ બાજુમાં એક પાર્ક કરેલ બાઈક નંબર gj 04 e05741 ને પણ હડફેટ  લઈ નુકસાન પહોંચાડી કાર ને  ઘટના સ્થળે  છોડી મૂકીને નાસી છૂટ્યો હતો.

Advertisement

Road accident in Ambala village near Sihore: The father who was waiting for his daughter was killed by a car driver.

અકસ્માતના આ બનાવવાની જાણ થતા જ સોનગઢ પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના કાકા ભરતભાઈ સવજીભાઈ મકવાણા એ કાર્ ચાલક વિરુદ્ધ  સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!