Sihor
સિહોર નજીક આંબલા ગામે રોડ અકસ્માત :દીકરીની રાહ જોઈ ઉભેલા પિતાને કાર ચાલકે ઉડાડતા કરૂણમોત.
દેવરાજ
યુવાન પિતાને અડફેટે લઈ નુકસાન પહોંચાડી કારને ઘટના સ્થળે છોડી મૂકીને કારચાલક ફરાર
સિહોર નજીક આંબલા ગામે રોડની એક સાઇટ ઉપર દીકરીની રાહ જોઈ ઉભેલા યુવાન પિતાને પૂર ઝડપે આવેલા કાર ચાલકે ઉડાડતા ઘટના તેનું મોત નિપજ્યું હતું.
હિટ એન્ડ રન જેવા આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોરના સોનગઢ નજીકના આંબલા ગામે રહેતા કિશનભાઇ બાલાભાઈ મકવાણા( ઉં.વ. 32 ) બપોરે આંબલા ગામ પાસે રોડની એક્સાઇડ ઊભા રહી સોનગઢથી સ્કૂલેથી આવી રહેલ તેની દીકરીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે ઘસી આવેલ gj 04 એપી 38 નંબરની ટાટા ઇન્ડિકા કારના ચાલકે તેને અડફેટે લઈ ઉડાડયા હતા.
માથાના ભાગે ગંભીર ઇજા થતાં કિશનભાઇ નું કરુણ મોત નીપજ્યું હતું. કિશોરભાઈ ને અડફેટે લીધા બાદ કાર ચાલકે રોડ બાજુમાં એક પાર્ક કરેલ બાઈક નંબર gj 04 e05741 ને પણ હડફેટ લઈ નુકસાન પહોંચાડી કાર ને ઘટના સ્થળે છોડી મૂકીને નાસી છૂટ્યો હતો.
અકસ્માતના આ બનાવવાની જાણ થતા જ સોનગઢ પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના કાકા ભરતભાઈ સવજીભાઈ મકવાણા એ કાર્ ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.