Bhavnagar
આધુનિક ભારત નિર્માણમાં રાજીવ ગાંધીનું યાદગાર અમૂલ્ય યોગદાન :
બરફવાળા
- ભારતના પ્રથમ યુવા વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધી સત્ય, પ્રેમ, કરુણાના ચાહક, રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા – જયદીપસિંહ ગોહિલ
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આત્મસાત્ કરનાર રાજીવ ગાંધીનો કાલે ૨૦ ઓગષ્ટ જન્મદિન છે. રાજીવ ગાંધી ઉમદા માનવીની સાથે-સાથે એક વિચારશીલ રાજનેતા તરીકે જાણીતા રહ્યા. રાજીવ ગાંધીના હૃદયનો ભાવ સદાય પવિત્ર રહ્યો, એવી જ પવિત્રતા એક વડાપ્રધાન તરીકે જાળવી રાખી. રાજીવ ગાંધીએ દેશ-દુનિયા જોઈ હતી, એટલે જ તેમને ખબર હતી કે આ સમય ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીનો છે. આજે સૌ કોઈ મોબાઈલ ક્રાંતિ કે ડિઝિટલ ઈન્ડિયાની વાત કરે છે, તેના મૂળમાં ઇ.સ.૧૯૮૪માં રાજીવ ગાંધીએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના કરી હતી અને હા, સી-ડોટના માધ્મયથી ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પાયો નંખાયો હતો. આજે રાજીવ ગાંધીના સમયકાળમાં ભારતે ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો, એ હકીકત છે. રાજીવ ગાંધીની ‘કરની અને કથની’ એકસમાન હતી, એ જ રાજીવ ગાંધીની લોકપ્રિયતાનું મૂળ કારણ હતું. રાજીવ ગાંધી સાયન્સ અને ટેકનોલોજીનો મહિમા સમજતા હતા, એટલે જ ભારતની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમના પથ પર ભારતને આગળ લઈ જવા માટે ઉત્સુક હતા.
આજે ભલે સૌ કોઈના હાથમાં મોબાઈલ છે, પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન કાર્યકાળમાં ટેલીફોનથી વાત કરવી એ એક કલ્પના જ કહેવાતી, પરંતુ સેન્ટર ફોર ડેવલપમેન્ટચ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના બાદ રાજીવ ગાંધીની સરકારે શહેરોથી ગામ ટેલીફોનના પીસીઓ બુથ શરુઆત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના થકી દેશ-દુનિયામાં પોતાના સ્નેહીજનો અને પ્રિયજનો સંવાદ કરી શકતા હતા. ત્યારબાદ ૧૯૮૬માં રાજીવ ગાંધીની પહેલથી એમટીએનએલની સ્થાપના થઈ, જેના થકી દૂરસંચાર ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ થઈ. જો કે આજે એમટીએનએલ – બી.એસ.એન.એલ. વેચવાની સરકાર તૈયાર કરી રહી છે, એ જુદી વાત છે.ભારતના પ્રથમ યુવા વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધી સત્ય, પ્રેમ, કરુણાના ચાહક અને નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા સાથે કામ કરતા હતા. રાજીવ ગાંધી – એક શક્તિ, એક વિચારધારા, એક દૃષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે.. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્ય છે. ‘એકવીસમી સદીના ભારતનું નિર્માણ’ કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા. ભારતરત્ન, યુવા વડાપ્રધાનશ્રી રાજીવજીની જન્મજયંતી નિમિતે દેશના કરોડો યુવાનો- ભારતીયો તેમને શત શત નમન-વંદન કરે છે. ભારતવર્ષના એક મહાન વડાપ્રધાન તરીકે સદાય રાજીવ ગાંધીની ઓળખ કાયમ રહેશે.