Bhavnagar
સિહોર રેલવે સ્ટેશનમાંથી કેબલ વાયરની ચોરી કરી વેચવાની તૈયારી કરી રહેલાં તસ્કરોની ગેંગ ઝડપાઈ

Pavar
ભાવનગર શહેરના ડી-ડીવીઝન પોલીસે ધાતુના વાયર ભરેલી રિક્ષા સાથે બે રીઢા તસ્કરો ની અટક કરી હતી દરમ્યાન આ ગુનો રેલ્વે ની માલિકીના વિસ્તારમાં બન્યો હોય જે અંગે કેસ રેલ્વે પોલીસને હવાલે કરતાં રેલ્વે પોલીસે રીઢા તસ્કરોની ગેંગના પાંચ પૈકી ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે ધડપકડ કરી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ડી-ડીવીઝન પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન એક રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ધાતુના વાયર સાથે બે શખ્સોને અટકમાં લઈ પ્રાથમિક પુછતાછ હાથ ધરતા આ શખ્સોએ રેલ્વે ની હદમાથી કેબલ વાયર ચોરી કર્યાં ની કેફિયત આપતા ડી-ડીવીઝન પોલીસે રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસે બંને આરોપીઓનો મુદ્દામાલ સાથે કબ્જો દઈ પુછતાછ હાથ ધરતા અટકમાં લેવાયેલ અયુબ પઠાણ તથા સમીર ડેરૈયા રે.બંને મોતીતળાવ વાળાએ જણાવ્યું હતું કે, તેના અન્ય સાગરીતો જેમાં અનવર શબ્બીર તથા પપ્પુ હસન ગનેજા અને સાજીદ ઉર્ફે ઢઢ્ઢડ સાથે મળી આજથી 3 દિવસ પહેલા રીક્ષા નં-જી-જે- 13-એ.વી.-17.16 લઈને સિહોર રેલ્વે સ્ટેશન ગયાં હતાં.
જયાથી 18 કિલ્લો કોપર વાયરના બંડલ ચોરી કરી ભાવનગર લાવી પપ્પુના ઘરે રાખી કેબલને પ્લાસ્ટિકના કવરથી અલગ કરી વેચવાની પેરવી કરી રહ્યાં હોવાની કબૂલાત કરી હતી, આથી રેલ્વે પોલીસે અન્ય બે સાગરીત અનવર શબ્બીર તથા પપ્પુ હસન ગનેજાને ઝડપી લીધા હતા, જયાં સમીર ઉર્ફે ઢઢ્ઢડ હાથ લાગ્યો ન હતો, વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપાયેલ તસ્કરો રીઢા ગુનેગાર છે અને અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યાં છે આથી પોલીસે રીક્ષા 18 કિલો કાર પર વાયર અને કેબલ છોલવાનુ મશીન મળી કુલ રૂ.44,952 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.