Connect with us

Bhavnagar

આધુનિક ભારત નિર્માણમાં રાજીવ ગાંધીનું યાદગાર અમૂલ્‍ય યોગદાન :

Published

on

Rajiv Gandhi's Memorable Invaluable Contribution in Building Modern India:

બરફવાળા

  • ભારતના પ્રથમ યુવા વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધી સત્‍ય, પ્રેમ, કરુણાના ચાહક, રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા – જયદીપસિંહ ગોહિલ

ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાને આત્‍મસાત્‌ કરનાર રાજીવ ગાંધીનો કાલે ૨૦ ઓગષ્ટ જન્‍મદિન છે. રાજીવ ગાંધી ઉમદા માનવીની સાથે-સાથે એક વિચારશીલ રાજનેતા તરીકે જાણીતા રહ્યા. રાજીવ ગાંધીના હૃદયનો ભાવ સદાય પવિત્ર રહ્યો, એવી જ પવિત્રતા એક વડાપ્રધાન તરીકે જાળવી રાખી. રાજીવ ગાંધીએ દેશ-દુનિયા જોઈ હતી, એટલે જ તેમને ખબર હતી કે આ સમય ઈન્‍ફર્મેશન એન્‍ડ ટેકનોલોજીનો છે. આજે સૌ કોઈ મોબાઈલ ક્રાંતિ કે ડિઝિટલ ઈન્‍ડિયાની વાત કરે છે, તેના મૂળમાં ઇ.સ.૧૯૮૪માં રાજીવ ગાંધીએ સેન્‍ટર ફોર ડેવલપમેન્‍ટ ઓફ ટેલીમેટિક્‍સ(સી-ડોટ)ની સ્‍થાપના કરી હતી અને હા, સી-ડોટના માધ્‍મયથી ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પાયો નંખાયો હતો. આજે રાજીવ ગાંધીના સમયકાળમાં ભારતે ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય કર્યો, ત્‍યારે વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો, એ હકીકત છે. રાજીવ ગાંધીની ‘કરની અને કથની’ એકસમાન હતી, એ જ રાજીવ ગાંધીની લોકપ્રિયતાનું મૂળ કારણ હતું. રાજીવ ગાંધી સાયન્‍સ અને ટેકનોલોજીનો મહિમા સમજતા હતા, એટલે જ ભારતની યુવાપેઢીને ધ્‍યાનમાં રાખીને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમના પથ પર ભારતને આગળ લઈ જવા માટે ઉત્‍સુક હતા.

Rajiv Gandhi's Memorable Invaluable Contribution in Building Modern India:

આજે ભલે સૌ કોઈના હાથમાં મોબાઈલ છે, પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન કાર્યકાળમાં ટેલીફોનથી વાત કરવી એ એક કલ્‍પના જ કહેવાતી, પરંતુ સેન્‍ટર ફોર ડેવલપમેન્‍ટચ ઓફ ટેલીમેટિક્‍સ(સી-ડોટ)ની સ્‍થાપના બાદ રાજીવ ગાંધીની સરકારે શહેરોથી ગામ ટેલીફોનના પીસીઓ બુથ શરુઆત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના થકી દેશ-દુનિયામાં પોતાના સ્‍નેહીજનો અને પ્રિયજનો સંવાદ કરી શકતા હતા. ત્‍યારબાદ ૧૯૮૬માં રાજીવ ગાંધીની પહેલથી એમટીએનએલની સ્‍થાપના થઈ, જેના થકી દૂરસંચાર ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ થઈ. જો કે આજે એમટીએનએલ – બી.એસ.એન.એલ. વેચવાની સરકાર તૈયાર કરી રહી છે, એ જુદી વાત છે.ભારતના પ્રથમ યુવા વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધી સત્‍ય, પ્રેમ, કરુણાના ચાહક અને નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા સાથે કામ કરતા હતા.  રાજીવ ગાંધી – એક શક્‍તિ, એક વિચારધારા, એક દૃષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે.. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્‍ય છે. ‘એકવીસમી સદીના ભારતનું નિર્માણ’ કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા. ભારતરત્‍ન, યુવા વડાપ્રધાનશ્રી રાજીવજીની જન્‍મજયંતી નિમિતે દેશના કરોડો યુવાનો- ભારતીયો તેમને શત શત નમન-વંદન કરે છે. ભારતવર્ષના એક મહાન વડાપ્રધાન તરીકે સદાય રાજીવ ગાંધીની ઓળખ કાયમ રહેશે.

Continue Reading
Advertisement
error: Content is protected !!