Palitana
પાલીતાણા ખાતે “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી ભાગરૂપે અલગ અલગ જગ્યા ખાતે કાર્યક્રમ ; 181 દ્વારા માર્ગદર્શન
પવાર
આજરોજ સમાજ રત્ન ચિનુભાઈ મંજુલા ભગિની મિત્ર મંડળ પાલીતાણા સંચાલિત શ્રી આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્ર તેમજ નારી સંરક્ષણ કેન્દ્ર પાલિતાણા ખાતે “નારી વંદન ઉત્સવ” ના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં 181 ટિમ દ્વારા માર્ગદર્શન અપાયું હતું સામાજિક, આર્થિક, માનસિક અને શારીરીક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્રારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ.
જેમાં સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” સપ્તાહ ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત પાલિતાણા 181 ટીમ દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહ દરમિયાન પાલિતાણા સમાજ રત્ન ચિનુભાઈ મંજુલા ભગિની મિત્ર મંડળ પાલીતાણા સંચાલિત શ્રી આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્ર ખાખરા ઉદ્યોગ અને નારી સંરક્ષણ કેન્દ્ર મા
મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં ખાખરા ઉદ્યોગ મા કામ કરતી બહેનો ને 181 મહિલા હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપેલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ હતી 181 મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર સરવૈયા વૈશાલી મહિલા કોનસ્ટેબલ ગોહીલ કોલમબેન હાજર રહ્યા હતા