Connect with us

Palitana

પાલીતાણામાંથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતા 9 પશુને પોલીસે બચાવી લીધા, ટેમ્પા સાથે ડ્રાઇવર, ક્લીનરને ઝડપ્યા

Published

on

police-rescues-9-cattle-from-palitana-being-taken-to-maharashtra-slaughterhouse-arrests-driver-cleaner-along-with-tampa

દેવરાજ

પાલીતાણાના ખાટકીવાસમાંથી ગેરકાયદે રીતે નવ અબોલ પશુ જીવને ભરીને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે આઇસર ટેમ્પા સાથે ડ્રાઇવર, ક્લીનરને ઝડપી લઇ મૂક પશુઓને બચાવી લીધા હતા. આ બનાવની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ પાલીતાણાના ખાટકીવાસમાંથી એક આઈશર વાહનમાં અબોલ પશુઓને કુરતાપૂર્વક અને ખીચોખીચ ભરીને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના કતલખાને લઈ જવાના ઇરાદે હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી આધારે ટાઉન પોલીસે રાત્રિના સમયે દોડી આઇસર ટેમ્પોની તલાશ લેતા તેમાંથી 9 ભેંસ મળી આવી હતી જે પશુઓને બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આઇસર ટેમ્પો કબજે કરી ડ્રાઇવર અક્રમ ઉર્ફે મગન ગફારભાઈ લાખાણી તથા ક્લિનર ડાયા કાબાભાઈ ધોળકિયા નામના શખ્સોને ઝડપી લઇ પૂછતાજ કરતા આ મુક પશુઓને આરીફ હબીબભાઈ લાખાણી નામના શખ્સએ વાહનમાં ભરી આપ્યા હતા.

police-rescues-9-cattle-from-palitana-being-taken-to-maharashtra-slaughterhouse-arrests-driver-cleaner-along-with-tampa

આઇસર ટેમ્પો ગોપાલ ભરવાડએ વાપરવા માટે આપ્યો હોવાનું તેમજ પશુઓને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ઉતારવાની હોવાની કબુલાત આપી હતી. વધુમાં આઇસર વાહન ચલાવતા અક્રમ ઉર્ફે મગન લાખાણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે વાહનના કાગળ પણ ન હોવાનું પોલીસ પૂછતાછમાં બહાર આવ્યું હતું, અને બંને ઈસમો કતલખાને લઈ જવાના ઇરાદે ઝડપી લીધા હતા, જેમાં કુલ 9 ભેંસની કિં.રૂ.1,80,000 તથા આઈશર ગાડીની કિં.રૂ.4,00,000 તથા મોબાઈલ નંગ 2 કિં.રૂ.3000 સહિત કુલ કિં.રૂ.5,83,000ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે ચારેય શખ્સો સામે પશુઓ પ્રત્યેક કૃતા પ્રતિબંધ અધિનિયમ કલમ 11(1)એ, 11(1)ડી, 11(1)એચ, 11(1)કે અને એમ.વી.એક્ટની કલમ 3, 181, 56, 66(1), 192, 177 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!