Connect with us

Sihor

સિહોરની બજારોમાં દુકાનદારોના દબાણ-ગીર્દીથી ટ્રાફીક જામને લઈ પોલીસ મેદાને

Published

on

Police on ground due to traffic jam due to pressure of shopkeepers in Sihore bazaars

ટ્રાફીક સમસ્યા હલ કરવામાં તંત્રના અધિકારીઓ કર્મચારીઓ મેદાને પડ્યા, રોડની બંને સાઇડ 10-10 ફુટનું દબાણ થતા રસ્તો સાંકડો બન્યો ત્યારે પોલીસની કામગીરીને લઈ રાહદારીઓમાં રાહત

હરેશ પવાર

સિહોર શહેરની મુખ્ય બજારોમાં અડચણ રૂપ માલ સામાન અને દુકાન બહાર કરેલ ટાંગણીના કારણે પણ વાહન પાર્કીંગ કે રાહદારીઓને અડચણનો સામનો કરવો પડે છે જેથી આવા દબાણો દુર કરી રસ્તો ખુલ્લો કરવા વ્યાપક લોકમાંગને લઈ પોલીસ મેદાને પડી છે. મુખ્ય બજારોમાં વેપારીઓ દ્વારા પોત પોતાની દુકાનોની બહાર આઠ-આઠ દસ-દસ ફુટ પોતાના માલ-સામાન બાકડા બહાર કાઢીને વેપાર કરતા કાયમી ટ્રાફીક પ્રશ્ન બને છે. રોડની બંને સાઇડો પર વેપારીઓ બેફામ માલ-સામાન ગોઠવી દેવાતા રોડ પર ચાલતા જતા રાહદારીઓ તેમજ ખરીદી કરવા નીકળતા નાગરિકો, વાહન ચાલકોને ટ્રાફીકનો કાયમી માથાના દુખાવા સમાન પ્રશ્ન રહેતો હોય છે.

Police on ground due to traffic jam due to pressure of shopkeepers in Sihore bazaars

મેઇન બજારોમાં સરકારી દવાખાના પાસેથી એસબીઆઇ બેંક સુધી તેમજ બેન્ક પાસેથી આંબેડકર ચોક સુધી તેમજ ડેલાની અંદરના ભાગેથી મોટા ચોક સુધીની મેઇન બજારમાં મોટાભાગના વેપારીઓ પોત પોતાની દુકાનોની બહાર બાકડા તથા પોતાનો માલ-સામાન રોડની બન્ને સાઇડો દબાવીને વેપાર કરતા હોવાથી દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા વકરી હતી ત્યારે ગઇકાલે પોલીસના લોક દરબારમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી જ્યારે આજે સિહોર પોલીસના અધિકારી કર્મચારી સપાટો બોલાવ્યો છે. અને મુખ્ય બજારોમાં પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફીક સમસ્યા હલ કરવાની કામગીરી કરી છે જેને લઈ લોકોમાં રાહત ઉભી થઇ છે..

Advertisement
error: Content is protected !!