Sihor
સિહોરના સરના પાટીયે થી ખાંભા તરફ જતા બિસમાર બની ગયેલા રસ્તાને સરખો કરવા લોક માંગ

દેવરાજ
સિહોરના સર ગામના પાટિયા થી ખાંભા ગામ તરફ એક રસ્તો જાય છે. તે ઘણા સમયથી અતિ બિસમાર હાલતમાં પડ્યોછે. કાંકરા અને ધૂળની ડમરીઓ સિવાય આ માર્ગ ઉપર કઈ જોવા મળે નહીં. આ રસ્તો ખાંભા સાથે ભડલી ખોડિયાર મંદિર, રબારીકા ધ્રુપકા જેવા ગામને પણ સાંકળે છે.
ખાસ કરીને જિલ્લા ની સૌથી મોટી સર્વોત્તમ ડેરીનું દૂધનું ફીલિંગ સેન્ટર પણ આ જ માર્ગ ઉપર આવેલ છે જેને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો ની અવરજવર આ માર્ગ ઉપર રહે છે છતાં ક્યાં કારણોસર તંત્રને આ ઘુલિયો માર્ગે ધ્યાને નથી આવતો. બીજી મહત્વની વાત તો એ કે ખાંભા ગામના સરપંચ આ વિસ્તાર ના ધારાસભ્ય અને મંત્રી સોલંકી ના ખૂબ નજીકના કહેવાય છે છતાં તેમના જ ગામનો વિકાસ રૂંધાયેલો છે.