Sihor
તત્કાલ આદેશ છૂટ્યા : સિહોરના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી પરસોતમભાઈની સૂચનાથી એમના પી.એ દ્વારા તાકીદે બેઠક બોલાવી

પવાર
- અતિ જટિલ પાણી પ્રશ્ને મંત્રી સોલંકી એ તમામ અધિકારીઓ ને સૂચના આપી દરેક વોર્ડમાં દિવસ ૫ માં પાણી આપવા આદેશ છૂટ્યા
સિહોર શહેરમાં પાણી પ્રશ્ને અનેક રીતે રજુઆત કરી લેવામાં આવી. વિપક્ષે પણ પોતાનું જોર વાપરી જોયું તો પક્ષના અનુભવી લોકોએ પણ કાન મચોળી માર્ગદર્શન આપ્યું પણ અંતે બધું પથ્યર ઉપર પાણી સાબિત થયું. સમગ્ર મુસીબત ની વાત સિહોર ના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકી સુધી પહોંચતા તેમના પી.એ જાબુચા ને સૂચના અને માર્ગદર્શન આપી તાકીદે સિહોર મોકલીને તત્કાલીન બેઠક નગરપાલિકા ખાતે બોલવામાં આવી હતી.
જેમાં સિહોર શહેર અને ગ્રામ્યના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નગરપાલિકા ના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ને બોલાવીને પાણી પ્રશ્ને ચર્ચાઓ કરીને જરૂરી સૂચનો અને આદેશ મંત્રી સોલંકી દ્વારા આપવામાં આવ્યા હતા. આ સાથે કડક સૂચના પણ આપવામાં આવી હતી કે પાંચ દિવસમાં સિહોરના દરેક વોર્ડમાં પાણી સપ્લાય કરવાનું રહેશે.
બીજી તરફ પાણીનો બગાડ થતો હોય તેની સામે પણ કડક પગલાં લેવાના સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ મહીં પરીએજ લાઈનમાં કોઈ પણ અડચણ આવે તો મંત્રીશ્રી નો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. હવે જોઈએ કે મંત્રીના હસ્તક્ષેપ બાદ સિહોરનો સળગતો પાણી પ્રશ્ન ઉપર પાણી ઢોળાય છે કે કેમ ?