Palitana
પાલીતાણા વાળુકડ વિધાર્થીનીનો મોત મામલો ; રાજુ સોલંકી અને વિધાર્થીનીના પરિવારજનો અચોક્કસ મુદ્દતના ધરણા કરે એ પહેલા પોલીસે ઉઠાવી લીધા
કુવાડિયા
આત્મહત્યા નહી પણ યુવતીની હત્યાનો આક્ષેપ, ન્યાયની માંગ સાથે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે રાજુ સોલંકી અને કૃપાલીના પરિવારજનો ધરણા કરે એ પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી
પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે આવેલી લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી લાશ મળી આવી હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, આ બનાવમાં યુવતીની હત્યા કરવામાં આવી છે તેવી શંકા રાખી તપાસ કરી જવાબદારને ઝડપી લઈ યોગ્ય ન્યાય અપાવવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી વિદ્યાર્થિનીના મોત અંગે ન્યાય ન મળતા આજે કોળી સમાજના અગ્રણી નેતા રાજુ સોલંકી અને વિદ્યાર્થીનીના પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે ધરણા કરે એ પહેલાં જ પોલીસે અટકાયત કરી હતી.
પાલીતાણા ખાતે લોક વિદ્યાલય વાળુકડમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં જ રહેતી કૃપાલી નામની વિદ્યાર્થિનીનો થોડા મહિનાઓ પહેલા હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જે તે સમયે ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી હતી. પરંતુ જેતે સમયે પરિવારજનો દ્વારા વિદ્યાર્થિનીની હત્યા કરી લાશ નાખી દેવાયા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી.
દીકરીએ આપઘાત નથી કર્યો આ બનાવ શંકાસ્પદ છે – રાજુ સોલંકી
તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા ખેત શ્રમિક પરીવારની દિકરી કૃપાલી ભટુરભાઈ ડોળાશીયા ધોરણ-7થી જ પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી લોકશાળા સંસ્થામાં રહી અભ્યાસ કરતી હતી, આ વિદ્યાર્થિની અહીં રહી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી હોય જેમાં થોડા સમય પહેલાં આ યુવતીએ કોઈ કારણોસર આપઘાત કર્યો હતો જે અંગે સંસ્થાના સત્તાધીશો એ યુવતીના પરીજનોને જાણ કરતાં પરીજનોએ સ્થળપર પહોંચી ગયા હતા, જેમાં પાલીતાણા રૂરલ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ઘટનામાં ઘટના ક્રમથી આજદિન સુધી પરીવારજનો તેમજ સમાજના આગેવાનોએ કહ્યું છે કે, યુવતીએ આપઘાત નથી કર્યો આ બનાવ શંકાસ્પદ છે આ અંગે તટસ્થ તથા ઝડપી તપાસની માંગ છે તેવું રાજુ સોલંકીએ કહ્યું હતું