Palitana
પાલીતાણા શેત્રુંજય યુવક મંડળે 20 હજાર બાળકોને ચોપડા વિતરણ કરી રાજી રાજી કર્યા
દેવરાજ
ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી પાલિતાણા તથા આજુબાજુના ગામોની શાળામાં વિશ હજારથી વધુ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું, શેત્રુંજય યુવક મંડળ આયોજિત આ ચોપડા વિતરણ નાં મુખ્ય દાતા જૈન ગેમ્સ ગ્રુપ લંડન દ્વારા બાળકો ને રાજી કરવામાં આવ્યા.
પાલિતાણા તથા તેની આજુબાજુના ગામોમાં શેત્રુંજય યુવક મંડળ દ્વારા સેવાકીય કાર્યો ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. આજથી પાલીતાણા તથા તેની આજુબાજુની શાળાઓમાં ભણતા નાના નાના ભૂલકાઓને ગિરિરાજ ગુંજન અને ફુલેસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું પાલીતાણા શહેર અને આજુબાજુના ગામોમાં કુલ બાવીશ હજાર ચોપડાનું વિતરણ કરવા માટે મુંબઈ થી શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયાં હતાં.
પાલીતાણા પવિત્ર યાત્રા ધામમાં આવા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે .ત્યારે નાના નાના ભૂલકાઓને રાજી કરવાનું આ કાર્ય શેત્રુંજય યુવક મંડળે હાથમાં લીધું હતું. જૈન ગેમ્સ ગ્રુપ લંડન દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી. આ આર્થિક સહયોગથી દરેક બાળકોને વેકેશન ખુલતા જ પોતાની પાસે ત્રણ ત્રણ કે બે બે ચોપડાઓ મળતા ખૂબ રાજી થયા હતા.
સાથોસાથ ગિરિરાજ ગુંજન અંક એક સંસ્કાર સિંચનનું કામ કરશે પ્રત્યેક ગીરીરાજ ગુંજન ની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ જેવા સંસ્કારના સંસ્કરણો કરવામાં આવ્યા છે .પાલીતાણા તથા તેની આજુબાજુના ગામોમાં બાળકોના જીવનની અંદર નૈતિકતા આવે અને અભ્યાસક્રમ સાથોસાથ પોતાના જીવનમાં સારા વિચારો પ્રદાન થાય તેવું આ યુવક મંડળે આયોજન કર્યું છે.
આમ પાલીતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા સહિત 22 થી વધુ શાળાઓમાં 22,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.