Palitana
બેન્કના કર્મચારી સાથે લૂંટ કરનાર આરોપીઓને પાલીતાણા રૂરલ પોલીસે ઝડપી લીધા
વિશાલ સાગઠિયા
ગારીયાધાર એસબીઆઈ બેન્કમાં નોકરી કરતા નવીનકુમાર રઘુવીર કુમાર સૈનિ તા.17.06.2022 સે ગારીયાધાર થી આવી રહ્યા હતા ત્યારે પાલીતાણાના રાણપરડા ગામ નજીક અજાણ્યા ઇસમો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી અને તેમની પાસે રહેલ મોબાઈલ સહિતની લૂંટ કરાઈ હતી જેમાં ૮૦ હજારની લૂંટની ફરિયાદ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી જેમાં હવે ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે ગુનો બન્યા બાદ બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને 2 ફરાર આરોપીને પોલીસ દ્વારા મહારાષ્ટ્રમાંથી ટ્રાન્સફર વોરંટ લાવી વધુ બે આરોપીઓને પોલીસે ઝડપી આરોપીઓને પાલીતાણા લાવવામાં આવ્યા
જેમાં આરોપી 01. પ્રિન્સ રામનગીના સિંગ ઉંમર વર્ષ 25 રહે ઉત્તર પ્રદેશ હાલ રહે સુરત તેમજ ફરહાદ ઉર્ફે ભયકુ ફિરોજશાહ રફાઈ ગામ ગોંડલ હાલ રહે ગારીયાધારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં થાણે જિલ્લામાં અપહરણ અને ખંડણીના ગુનામાં મહારાષ્ટ્ર પોલીસે ઝડપ્યા હતા જ્યાંથી પાલીતાણા પોલીસના પીએસઆઇ આર જે રહેવર સહિત રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાન્સફર વોરંટ કાઢી મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાલીતાણા લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરી આરોપીઓના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે પાલીતાણા ખાતે થયેલ લૂંટની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરી છે