Connect with us

Palitana

પાલીતાણા ; રૂા.122 કરોડની જીએસટી ચોરી કૌભાંડમાં પોલીસે 11,228 પાનાની ચાર્જશીટ રજૂ કરી

Published

on

Palitana; Police presents 11,228-page charge sheet in Rs 122 crore GST evasion scam

બરફવાળા

કરચોરીનાં આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપી પકડાયા છે

તાજેતરમાં ભાવનગર પોલીસે કરોડો રૂપિયાની જી.એસ.ટી. ચોરી કરતી ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. કરોડો રૂપિયાનું જીએસટીકૌભાંડ સામે આવતા ભાવનગર પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી હતી. ત્યારે એસઆઇટી દ્વારા કર ચોરીના કેસની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્ય સરકારને ચુનો લગાવીને કર ચોરી કરતી ટોળકીનો ભાવનગર પોલીસે તાજેતરમાં પર્દાફાશ કર્યો હતો . ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને પોલીસ ઈન્સેપેક્ટર આર.એન.વિરાણી દ્વારા રૂ.122 કરોડ રૂપિયાની કર ચોરીમાં ઊંડાણ પુર્વક તપાસ કરી 15 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. કર ચોરીના કેસમાં તપાસ કરી રહેલી જઈંઝ ટીમની તપાસમાં સામે આવ્યું હતું કે, ભાવનગરમાં અશિક્ષીત અને ગરીબ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ આ ટોળકી મેળવી લેતી હતી. ત્યારબાદ આ ડોક્યુમેન્ટના આઘારે નવું સીમકાર્ડ ખરીદતા અને આધારકેન્દ્રમાં જઈને આધારકાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવી દેતા હતા.

Palitana; Police presents 11,228-page charge sheet in Rs 122 crore GST evasion scam

જેના આધારે જીએસટીની વેબસાઈટ પરથી તે માણસોના નામે નવો જીએસટી રજીસ્ટ્રેશન કરાવીને બોગસ પેઢી ખોલી દેતા હતા. ખોટું જીએસટી નંબર મેળવીને તેમાં બોગસ બીલીંગનું કામ કરીને સરકારને ભરવાના ટેક્સની રકમ ચાંઉ કરવા માટે બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હતા. કર ચોરીના બનાવમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ, ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ અને અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ કુલ મળીને 4 પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હતી. કર ચોરીના કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વડા દ્વારા ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની રચના બાદ કર ટેક્ષ ચોરીના કેસમાં કુલ 15 આરોપીની ધરપકડ કરીને કુલ 460 બોગસ પેઢી ઝડપી પાડી ધરપકડ કરીને કુલ 460 બોગસ પેઢી ઝડપી પાડી હતી. કર ચોરીના કેસમાં આરોપીઓ વિરુધ્ધમાં કુલ 11,228 પાના ની પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!