Palitana
પાલીતાણા ; શાશ્વત તીર્થ શત્રુંજયગિરિની 99 યાત્રાનું આયોજન
Pvar
બંધુબેલડી આ.ભ. શ્રી હેમચંદ્રસાગરસૂરીજી મ. આદિની નિશ્રામાં
શાશ્ર્ચત તીર્થ શત્રુંજય મહાતીર્થમાં શાશ્ર્વત પરિવાર આયોજિત ઉનાળુ વેકેશનની 11 થી 99 યાત્રાનું સમાપન બંધુબેલડી પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્ર્વરજી મ., પૂ. આ. શ્રી વિરાગચંદ્રસાગરસૂરી મ. આદિ વિશાળ શ્રમણ શ્રમણી વૃંદની નિશ્રામાં આનંદ-ઉલ્લાસપૂર્વક થયું. 4પથી અધિક દિવસથી ચાલી રહેલા આ શત્રુંજયની ગિરિરાજની 99 યાત્રામાં રપ0થી વધુ આરાધકોએ બાળ વયમાં પણ અદભુત પરાક્રમ કર્યુ. આ આરાધકોમાં જે બાળકો ઘરે 8 અને 10 વાગે પણ નહોતા ઉઠતા એવા બાળકો આ 99 યાત્રામાં રોજ 3.30 વાગે ઉઠી જતા હતા રોજ 3-4 ટાઇમ ખાનારા આ બાળકોએ 4પ દિવસ નિત્ય એકાસણા કર્યા. એમાં પણ આટલી કાળઝાળ ગરમીમાં 18 યુવક-યુવતીઓએ ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરી સહુને આશ્ર્ચર્યચકિત કર્યા જે યુવા પેઢી ઘરેથી બહાર જવું હોય તો વાહન વ્ગર જાય નહીં અને લીફટ વગર ચાલે નહી તેવા યુવાઓ દરરોજ લગભગ 10,000 પગથિયા આદિનાથ દાદાને ભેટવા માટે ચઢતા હતા. 108થી વધુ યાત્રા કરનાર 13 યુવક-યુવતીઓએ દાદા પ્રત્યેની પોતાની ભકિતના દર્શન કરાવ્યા. આ 99 યાત્રામાં જૈન યુવાઓની સાથે અજૈન (અધિક જૈન) બાળકો પણ જોડાયા તથા ભાવનગરનો દીકરો ભવ્ય શાહ જે જન્મથી મુકબધિર દિવ્યાંગ છે તેણે પણ દાદા આદિનાથની કૃપાથી ગિરિરાજની 109 યાત્રા સાનંદ સંપન્ન કરી. આ 99 યાત્રા હવે સમાપન તરફ જઇ રહી છે. તે અવસરે અનેકવિધ અનુષ્ઠાનો શાશ્ર્ચત પરિવાર દ્વારા આયોજિત થયા છે. મહેંદી રસમ, ગરબા-રાસ, ગિરિરાજ વધામણા, ગિરિપૂજન, વિદાય સમારંભ, કાર્યકર્તા બહુમાન તેમજ તપસ્વીઓના સન્માન અને શાહી પારણા મહોત્સવ આદિ અનેક અનુષ્ઠાનો થશે. આ અવસરે પૂજયશ્રીએ પ્રવચનમાં જણાવ્યું કે, બધા આરાધકો અલગ અલગ શહેરના છે પણ હવે બધા શત્રુંજયના બની ગયા છે. હવે દરેકના હૃદયમાં દ્રઢ થઇ ગયું છે. શત્રુંજય અમારો છે અને અમે શત્રુંજયના છીએ જયારે ભારતમાં હીટવેવ ચાલુ હતો ત્યારે આ નાના ભુલકાઓ ગિરિરાજના આદિનાથ દાદાની કૃપામાં સ્નાન કરી રહ્યા છે. મેરેથોન માં દોડવાવાળા ઘણા છે પણ તેઓ અહંકાર અને કોઇને પાછળ છોડવા માટે દોડતા હોય છે પણ આ બાળકો રોજ તળેટીને નમસ્કાર કરી રોજ ગિરિરાજની મેરેથોન આદિનાથ દાદા માટે કરતા હતા આ યાત્રા યુવા પેઢીમાં સંસ્કાર-શ્રધ્ધા સાહસ આદિ અનેક ગુણોની વાવણી સ્વરૂપ છે.
આ બીજ વટવૃક્ષ બનશે ત્યારે આ જ બાળકો જિનશાસનની રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, સાંસ્કૃતિ રક્ષા કરીને રાષ્ટ્ર નિર્માણ માટે ઘણા અગ્રેસર બનશે. શાશ્ર્ચત તીર્થ શત્રુંજય મહાતીર્થમાં શાશ્ર્વત પરિવાર આયોજિત ઉનાળુ વેકેશનની 11 થી 99 યાત્રાનું સમાપન બંધુબેલડી પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્ર્વરજી મ., પૂ. આ. શ્રી વિરાગચંદ્રસાગરસૂરી મ. આદિ વિશાળ શ્રમણ શ્રમણી વૃંદની નિશ્રામાં આનંદ-ઉલ્લાસપૂર્વક થયું. 4પથી અધિક દિવસથી ચાલી રહેલા આ શત્રુંજયની ગિરિરાજની 99 યાત્રામાં રપ0થી વધુ આરાધકોએ બાળ વયમાં પણ અદભુત પરાક્રમ કર્યુ. આ આરાધકોમાં જે બાળકો ઘરે 8 અને 10 વાગે પણ નહોતા ઉઠતા એવા બાળકો આ 99 યાત્રામાં રોજ 3.30 વાગે ઉઠી જતા હતા રોજ 3-4 ટાઇમ ખાનારા આ બાળકોએ 4પ દિવસ નિત્ય એકાસણા કર્યા. એમાં પણ આટલી કાળઝાળ ગરમીમાં 18 યુવક-યુવતીઓએ ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરી સહુને આશ્ર્ચર્યચકિત કર્યા જે યુવા પેઢી ઘરેથી બહાર જવું હોય તો વાહન વ્ગર જાય નહીં અને લીફટ વગર ચાલે નહી તેવા યુવાઓ દરરોજ લગભગ 10,000 પગથિયા આદિનાથ દાદાને ભેટવા માટે ચઢતા હતા. 108થી વધુ યાત્રા કરનાર 13 યુવક-યુવતીઓએ દાદા પ્રત્યેની પોતાની ભકિતના દર્શન કરાવ્યા. આ 99 યાત્રામાં જૈન યુવાઓની સાથે અજૈન (અધિક જૈન) બાળકો પણ જોડાયા તથા ભાવનગરનો દીકરો ભવ્ય શાહ જે જન્મથી મુકબધિર દિવ્યાંગ છે તેણે પણ દાદા આદિનાથની કૃપાથી ગિરિરાજની 109 યાત્રા સાનંદ સંપન્ન કરી. આ 99 યાત્રા હવે સમાપન તરફ જઇ રહી છે. તે અવસરે અનેકવિધ અનુષ્ઠાનો શાશ્ર્ચત પરિવાર દ્વારા આયોજિત થયા છે. મહેંદી રસમ, ગરબા-રાસ, ગિરિરાજ વધામણા, ગિરિપૂજન, વિદાય સમારંભ, કાર્યકર્તા બહુમાન તેમજ તપસ્વીઓના સન્માન અને શાહી પારણા મહોત્સવ આદિ અનેક અનુષ્ઠાનો થશે. આ અવસરે પૂજયશ્રીએ પ્રવચનમાં જણાવ્યું કે, બધા આરાધકો અલગ અલગ શહેરના છે પણ હવે બધા શત્રુંજયના બની ગયા છે. હવે દરેકના હૃદયમાં દ્રઢ થઇ ગયું છે. શત્રુંજય અમારો છે અને અમે શત્રુંજયના છીએ જયારે ભારતમાં હીટવેવ ચાલુ હતો ત્યારે આ નાના ભુલકાઓ ગિરિરાજના આદિનાથ દાદાની કૃપામાં સ્નાન કરી રહ્યા છે. મેરેથોન માં દોડવાવાળા ઘણા છે પણ તેઓ અહંકાર અને કોઇને પાછળ છોડવા માટે દોડતા હોય છે પણ આ બાળકો રોજ તળેટીને નમસ્કાર કરી રોજ ગિરિરાજની મેરેથોન આદિનાથ દાદા માટે કરતા હતા આ યાત્રા યુવા પેઢીમાં સંસ્કાર-શ્રધ્ધા સાહસ આદિ અનેક ગુણોની વાવણી સ્વરૂપ છે. આ બીજ વટવૃક્ષ બનશે ત્યારે આ જ બાળકો જિનશાસનની રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, સાંસ્કૃતિ રક્ષા કરીને રાષ્ટ્ર નિર્માણ માટે ઘણા અગ્રેસર બનશે.