Connect with us

Palitana

પરિવારના સભ્યોએ પસંદ કરેલ યુવક પસંદ ન હોવાથી કૃપાલીએ આત્મહત્યા કરી હતી

Published

on

palitana-kripali-committed-suicide-as-the-family-members-did-not-like-the-chosen-young-man

દેવરાજ

  • સમગ્ર જિલ્લામાં બહુચર્ચિત લોક વિદ્યાલય વાળુકડ ખાતે વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં પાલીતાણા પોલીસે જાહેર કર્યો રિપોર્ટ

પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ લોક વિદ્યાલય સંસ્થામાં અભ્યાસ કરતા અને સંસ્થાની મહિલા કોલેજ હોસ્ટેલમાં રહીને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ગોરખી ગામના કૃપાલીબેન ભટુરભાઈ ડોળાસીયા એ હોસ્ટેલની અગાસીમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જઈ આત્મહત્યા કરી હોવાનું પાલીતાણા રૂરલ પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ ના જણાવાયા મુજબ કૃપાલીબેન ડોળાસિયાનું કોલેજમાં છેલ્લું વર્ષ હતું અને તેઓની ઇન્ટર્નલ પરીક્ષા શરૂ થઈ હોય જે પૂરી થયા બાદ એક મહિના પછી તેમને ઘરે જવાનું હતું. દરમિયાન પરિવારના સભ્યોએ જે છોકરા સાથે તેની સગાઈ કરવાના હતા તે છોકરો કૃપાલીબેનને પસંદ ન હોવાથી આ બાબતે તેમણે ઘરના સભ્યોને જાણ કરી હતી, પરંતુ ઘરના સભ્યોએ કૃપાલીબેનને સમજાવી સગાઈ ત્યાં જ કરવાની છે તેમ કહ્યું હતું.

palitana-kripali-committed-suicide-as-the-family-members-did-not-like-the-chosen-young-man

આ બાબતે કૃપાલીબેને તેમની સંસ્થામાં સાથે અભ્યાસ કરતી બહેનપણીઓને પણ ‘મારે તો મરી જવાનું છે અને સંસ્થામાં મારું નામ કાયમ માટે રહી જાય એવું કામ કરીને જઈશ’ તેમ કહેતા હોય જે જગ્યાએ સગાઈ કરવાની છે તે છોકરો પસંદ ન હોવાથી તેમણે જાતેથી પાણીના ટાંકામાં પડી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસ દરમિયાન ખુલ્લું છે. પાલીતાણા રૂરલ પોલીસની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, મૃતક કૃપાલીબેનના શરીર પર કોઈ ઈજા કે અન્ય કોઈ નિશાન ન હતા અને તેમનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું હતું તેમજ જુનાગઢ એફએસએલ દ્વારા આવેલ રિપોર્ટમાં પણ કોઈ બાબત શંકાસ્પદ જણાઇ આવી ન હતી. પોસ્ટમોટમ રિપોર્ટમાં પણ તેમનું મોત ડૂબી જવાથી થયું હોવાનો ડોક્ટર દ્વારા સ્પષ્ટ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બનાવ સ્થળે પણ કોઈ શંકાસ્પદ બાબતો તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ નથી. આ ઉપરાંત સગાઈ બાબતની વાત અંગેનું કોલ રેકોર્ડિંગ તપાસ દરમિયાન મળી આવેલું હતું તેમ તેમજ વોટ્સએપ માં પણ આ અંગે થયેલ વાતચીતની ચેટ હિસ્ટ્રી મળી આવેલ છે.

error: Content is protected !!