Connect with us

Bhavnagar

ભાવનગર સહિત 12 જિલ્લાના દરિયાકાંઠે ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ શરૂ

Published

on

'Operation Sagar Suraksha Kavach' started along the coast of 12 districts including Bhavnagar

બરફવાળા

કોરોનાના કારણે ત્રણ વર્ષ બાદ બે દિવસની કવાયત શરૂ થઇ : કોસ્ટગાર્ડની આગેવાનીમાં થશે ખૂણેખૂણાની સુરક્ષાની ચકાસણી

ભાવનગર સહિત રાજ્યમાં 1600 કિ.મીનો સાગર કાંઠો ધરાવતા રાજ્યના કચ્છથી વલસાડની દરિયાઇ સીમા પર આજથી સુરક્ષા એજન્સીઓએ બે દિવસની ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત શરૂ કરી છે. જેમાં ભાવનગર સહિત 12 જિલ્લાના સાગકરકાંઠાને આવતી લેવાશે. દરિયા કિનારો સુરક્ષા દૃષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. જેમાં 1192 માં મુંબઇ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ થયો છે. 26-11 ના હુમલા બાદ દરીયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહીતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરીયાની અંદર, દરીયા કાંઠે, તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલ યોજાશે.આ દરમ્યાન જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો મળે છે. 26-11 ના હમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ અને નિષ્ણાંતોએ મત રજુ કર્યો કે તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે કાયમ સંકલન જળવાય રહે તે જરૂરી છે. તે માટે ખાસ અભ્યાસ કવાયત માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચ વર્ષમાં બે વખત યોજવામાં આવે છે. પરંતુ કોરોના કાળમાં આ શકય નહીં બનતા આ વખતે ત્રીજા વર્ષે ઓપરેશન સાગર સુરક્ષા કવચ અમલી થયુ છે.ઓપરેશન સાગર સુરક્ષા કવચની કમાન કોસ્ટગાર્ડને આપવામાં આવી છે. જે તેના જવાનોને યુનિફોર્મ વગર 12 જીલ્લાઓમાં કોઈ પણ સ્થળે, 48 કલાકમાં કોઈ પણ સમયે હથિયાર સાથે મોકલે છે. જેને જાહેર સ્થળો કે આપેલા ટાર્ગેટ પોઈન્ટ સુધી પહોચે તે પહેલા અટકાવવા સુરક્ષા એજન્સીઓ અને જવાનો કેટલા સર્તક અને સફળ રહે છે તેની મોકડ્રીલ યોજાય છે.

'Operation Sagar Suraksha Kavach' started along the coast of 12 districts including Bhavnagar

ભાવનગર સહિતના 12 જિલ્લા

રાજયમાં જે જીલ્લાઓમાં દરીયા કાંઠો આવેલો છે. તે તમામ જીલ્લાઓમાં એક સાથે બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત શરૂ થઇ છે. જેમાં ભાવનગર, કચ્છ, મોરબી,જામનગર, દેવભુમિ દ્રારકા, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, સુરત. નવસારી, વલસાડ, ભરૂચ જીલ્લાઓના સમાવેશ થાય છે. દરીયા કિનારાની સાથે અનેક નાના-મોટા ટાપુઓ ગુજરાતમાં આવેલ છે. જેમાં કેટલાક ટાપુઓ પર માનવ વસાહત છે. કેટલાક નિર્જન ટાપુઓ છે. જયા કોઈ લોકોની અવર-જવર થતી નથી. ઓપરેશન વખતે સુરક્ષા એજન્સીઓ આવા ટાપુઓની ખુણે-ખુણાની ચકાસણી કરતી હોય છે. આમ સુરક્ષાને ધ્યાને રાખી બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચ આશીર્વાદ સમાન બની રહે છે..

Advertisement
error: Content is protected !!