Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લામાં ચાર ચોરીના ભેદ ઉકેલાયા : રૂા.6.15 લાખનો મુદ્દામાલ કબ્જે

Published

on

Four theft cases solved in Bhavnagar district: Cash worth Rs.6.15 lakh seized

કુવાડિયા

તળાજા પંથકનાં બે શખ્સોની ધરપકડ: ઝડપાયેલા બન્ને રીઢા ગુનેગાર

ભાવનગર જિલ્લામાં હોટલ નજીક તેમજ ટ્રાન્સપોર્ટ કચેરી પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ ટ્રક સહિતના વાહનોમાંથી ટાયર વ્હીલપ્લેટ, બેટરી, મ્યુઝિક સિસ્ટમ સહિતની વસ્તુઓની ચોરી કરતી ગેંગને વરતેજ પોલીસે ઝડપી લઇ ચોરી કરેલ મુદ્દામાલ સહિત કુલ રૂ. 6.15 લાખનો મુદ્દામાલ કબજે કરી વરતેજ અને અલંગ પોલીસ મથકમાં નોંધાયેલ ચાર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. નારી ચોકડી વિસ્તારમાં આવે કોમલ હોટેલ સામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ બે આઈશર ટ્રકમાંથી ટાયર ચોરીનો બનાવ બન્યો હતો, જે અનુસંધાને વરતેજ પોલીસ કાફલો ગુનેગારોની શોધમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અરવિંદ છગનભાઈ ડોડીયા (રહે. હાલ સુભાષનગર ભાવનગર, મૂળ રહે. ગોરખી તા. તળાજા) અને વિશાલ જયંતીભાઈ મકવાણા (રહે. ભારાપરા,તા. તળાજા) ને ઝડપી લઇ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા બન્નેએ નારી ચોકડીથી આગળ કોમલ હોટલની સામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ બે આઇસર ગાડીમાંથી ટાયર ચોરીની કબુલાત આપી હતી.

Four theft cases solved in Bhavnagar district: Cash worth Rs.6.15 lakh seized

વરતેજ પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતા ચોરીનો આ સામાન તેઓ ભાવેશ ભીખાભાઈ મકવાણા (રહે.તળાજા) અને મુકેશ ધીરુભાઈ મકવાણા (રહે. દકાના તા. તળાજા) વાળાને વેચાણ માટે આપતા હોવાનું જણાવતા પોલીસે તે બંને શખ્સોને પણ ઝડપી લઇ ચોરી કરેલ ટાયર નંગ 20, વહીલ પ્લેટ નંગ 20, એક આઇસર ટ્રક અને 04 મોબાઇલ મળી કુલ રૂ. 6,15,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આ ઈસમોએ વરતેજ પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળોએ અને અલંગ પોલીસ મથક વિસ્તારમાં એક સ્થળેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીના ગુનામાં સંડોવાયેલા અરવિંદ છગનભાઈ ડોડીયા અને વિશાલ જયંતીભાઈ મકવાણા બંને ટ્રક ચાલક અને કલીનર હોવાનું તેમજ બંને રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્લું હતું. આરોપી અરવિંદ ડોડીયા વિરુદ્ધ આમોદ, જગડીયા,બોરસદ, સોમનાથ, ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા, તળાજા, ઉપરાંત સુરેન્દ્રનગર અને કરજણ પોલીસ મથક મળી 13 જેટલા ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હતા. જ્યારે વિશાલ જેન્તીભાઈ મકવાણા વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં દારૂ, ચોરી,હથિયારધારાનો ભંગ સહિતના અલગ અલગ 07 ગુના નોંધાયા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!