Bhavnagar
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 2000 થી વધુ પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું

કુવાડિયા
માનવ સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું – કુંડા અને ચકલી ઘરનું વિના મૂલ્યે ભાવનગરના અલગ અલગ વિસ્તારોમા વિતરણ કરવામાં આવે છે
ઉનાળો આવતાં જ પાણીની સમસ્યાઓ ઉભી થાય છે પક્ષીઓને પાણીની સમસ્યાઓ ખાસ સર્જાય છે જેથી પાણીના કુંડાઓ મૂકવા જોઈએ. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. ભાવનગરના સુભાષનગર, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ અંગે આગામી ઉનાળાના સિો અબોલ પક્ષીઓ માટે પાણી ચણ અને રહેવા માટે પક્ષી ઘરની સમસ્યા ઉભી થઈ છે ત્યારે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા કુંડા કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકોને જરૂરિયાત મુજબ કુંડા અને ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે, માનવ સેવા ચેરીટેબલ ટ્રષ્ટ ગૃપના સદસ્યોએ કામગીરી હાથ ધરી છે આમ અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરી અમુલ્ય સેવા કરી રહ્યા છે .
ઉનાળો આવતાં પાણીની અછત અનુભવાય છે પક્ષીઓને ઉનાળામાં પાણીની ખુબ સમસ્યા સર્જાય છે . જેથી પક્ષીઓ માટે પાણીના કુંદાઓ ઘર બહાર રાખવા જોઈએ જેથી પક્ષીઓ તેમાંથી પાણી પી શકે છે. અહીં લોકોને ખાસ સમજવાયું હતું કે હાલ પડતી ભીષણ ગરમીમાં અબોલ પક્ષીઓને પાણી મળી રહે તેમજ પોતાની પ્યાસ બુજાવી શકે તે માટે પોતાની અગાશી, ફળિયું તેમજ ધાબામાં દરરોજ નવું પાણી ભરવું અને “જીવ સેવા તેજ પ્રભુસેવા” ના કાર્ય ને વધુ ને વધુ જાગૃત તેમજ સાર્થક કરવા અનુરોધ કરેલ