Connect with us

Umrala

ઉમરાળા ; ટીંબી નજીક કાર અકસ્માતમાં કોળી સેનાના યુવા પ્રમુખનું મોત – કાર ખાળીયામાં ખાબકી

Published

on

Noble; Young leader of Koli Sena dies in car accident near Timbi - Car crashes into empty space

નિલેશ આહીર

  • બનાવના પગલે કોળીસેનાના આગેવાનો ટીંબી દોડી ગયા : બનાવના પગલે કોળી સમાજમાં શોકની લાગણી

ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર અકસ્માતની ઘટનામાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત થતા કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા.આ બનાવના પગલે કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Noble; Young leader of Koli Sena dies in car accident near Timbi - Car crashes into empty space

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા ( રહે. બાબુબેનની વાડી, કુંભારવાડા, ભાવનગર ) આજરોજ ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં આવેલ તળાવમાં ખાબકી હતી.અકસ્માતની આ ઘટનામાં રાકેશભાઈ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું.

Noble; Young leader of Koli Sena dies in car accident near Timbi - Car crashes into empty space

જ્યારે કારને પણ સારું એવું નુકસાન થયું હતું. આ બનાવની જાણ થતા કોળી સમાજના જિલ્લા પ્રમુખ આણંદભાઈ ડાભી સહિતના આગેવાનો તેમજ ટીંબી, ઉમરાળાના કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કોળી સેનાના યુવા પ્રમુખનું અકસ્માતમાં મૃત્યુ થતા કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

error: Content is protected !!