Connect with us

Umrala

રંઘોળાથી દંપતિના મોતનો મામલો સામે આવ્યો : પતિએ છરીના ઘા મારી રૂમમાં પુરી દીધી જીવ બચાવવા પત્નીએ પહેલા માળેથી કૂદકો માર્યો

Published

on

the-case-of-the-death-of-a-couple-from-ranghola-came-to-light-the-husband-stabbed-himself-in-the-room-the-wife-jumped-from-the-first-floor-to-save-her-life

બરફવાળા

  • સાથી કર્મચારીએ કહ્યું-“પતિએ છરીના ઘા મારી પત્નીને રૂમમાં તાળુ મારી પુરી દીધી, પોતાનો જીવ બચાવવા પત્નીએ પહેલા માળેથી કૂદકો માર્યો, હોસ્પિટલમાં મોતને ભેટી”

રંઘોળામાં ગત મોડીરાત્રે પતિ-પત્નીના ઘરેલું ઝઘડોમાં બન્નેની જિંદગી છીનવાઈ ગઈ હતી. પત્નીની હત્યા કરી પતિ નાસી છૂટ્યો હતો. જોકે, આ દરમિયાન તેનું રસ્તામાં અકસ્માત થતા તે પણ મોતને ભેટ્યો હતો. ત્યારે થોડીક સેકન્ડના ગુસ્સાના કારણે બે લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

કોરોનાના સમયમાં બંને નોકરી ગુમાવી ચૂક્યા હતા

આ અંગે મીડિયા સાથે સાથી કર્મચારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના કરેલી ગામના રહેવાસી હતા, મોનિકાબેન હિન્દીના સારા એવા શિક્ષક હતા અને તેને એમ.એ.બી.એડ સુધી અભ્યાસ કર્યો હતો, અને વાતચીતમાં ક્યારેક- ક્યારેક તેઓના પતિ સાથે ઝઘડો પણ થતો હતો તેવું તેણે જણાવ્યું હતું. મોનિકાબેન અમારી સ્કૂલમાં ઓગસ્ટ મહિનાથી જોડાયા હતા. મધ્યપ્રદેશમાં કોરોનાના સમયમાં બંને નોકરી ગુમાવી ચૂક્યા હતા. કોરોના પૂર્ણ થતા અમારી સ્કૂલમાં મોનીકા બેનને નોકરી મળી ગઈ હતી જ્યારે ભાઈ કોઈપણ જાતનો કામ ધંધો કરતો ન હતો, જેને કારણે તેઓને અવારનવાર ઝઘડાઓ થતા હતા.

​​​​​​​દપંતિને સંતાનમાં એક દિકરો અને દીકરી છે

​​​​​​​મોનિકાબેન અને અનિલ કુમાર જૈનને લગ્ન ગાળામાં દરમિયાન એક દીકરો અને એક દીકરી છે, મોટો દીકરો ધોરણ 10માં અભ્યાસ કરે છે જ્યારે નાની દિકરી ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છે જેવો બંને હાલ મધ્યપ્રદેશમાં જ રહે છે જ્યારે પતિ-પત્ની અમારી ક્વોટરમાં બંને એકલા રહેતા હતા, અને મહિનામાં એકાદ વખત બંને તેઓના દીકરા-દીકરીઓને મળવા જતા હતા.

Advertisement

જીવ બચાવવા બાલકનીના પહેલા મળેથી કૂદકો માર્યો ​​​​​​​

આ ઘટના અંગે વધુ પ્રકાશ પાડતા તેઓએ જણાવ્યું હતું કે, આ બંને ક્વોટરના પહેલા માળે રહે છે, તેના પતિએ પત્નીને હથિયાર વડે ઘા મારી ઘરમાં પૂરીને તાળું મારીને જતો રહ્યો હતો. તે દરમિયાન અમારા બાળકોએ જોયું હતું કે તેનો પતિ રોડ પર દોડતા દોડતા શર્ટ પહેરીને ભાગી રહ્યા હતા, જ્યારે બેન ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. બહેને પોતાનો જીવ બચાવવા બાલકનીના પહેલા મળેથી કૂદકો માર્યો હતો. જેથી લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. જેની જાણ અમને થતા અમે તાત્કાલિક તેઓને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

પતિના મૃતદેહને તેની બહેન વતન લઈ ગઈ, પત્નીના મૃતદેહને લેવા કોઈ ન આવ્યું

સાથી કર્મચારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બંને પતિ પત્ની વચ્ચે અથવા તો પરિવારમાં કોઈ વારંવાર ઝઘડાઓ થતો હશે તેવું લાગી રહ્યું છે કારણ કે પતિના મૃતદેહને તેની બહેન આવીને પોતાના વતન લઈ ગઈ હતી. જ્યારે મોનિકાબેનની લાશને લેવા હજુ સુધી કોઈ આવ્યું નથી.

Advertisement
error: Content is protected !!