Sihor
સિહોર શેલાણા પરિવાર આયોજિત શ્રી ખીમેજ માતાજીનો નવરંગો માંડવો યોજાયો

પવાર
ભગવાન શ્રી વડવાળા દેવનો ૩૩ જ્યોતપાઠ રખાયો – પ.પૂ. શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી કણીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ, આગેવાન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સિહોરના ખાડિયા વિસ્તારમાં નાજાભાઈ નાથુભાઈ શેલાણા પરિવાર આયોજિત શ્રી ખીમેજ માતાજીનો ૨૪ કલાકનો નવરંગ માંડવાનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું. નવરંગ માંડવા સાથે દુધરેજ વડવાળા ભગવાની ૩૩ મો જ્યોતપાઠ નું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્યોત પાઠમાં દુધરેજ જગ્યાના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામ બાપુ વિશેષ ઉપસ્થિત રહીને ભવિકભક્તો આશિર્વચન પાઠવ્યા હતાં.
પૂજ્ય કણીરામ બાપુનું ડી.જેના તાલ સાથે વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા. આ સાથે સમાજના મહાનુભાવો, અગ્રણીઓ સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાજના એકતા તેમજ ભણતર અંગે શીખ આપી હતી. સમાજ માં વેવિશાળ કે લગ્ન માટે દિકરી વેચાવી ન જોઈએ તેનો ભાવ ન હોય કયો વ્યક્તિ દિકરીના પૈસા લઈને સુખી થયો છે.
આવા કુરિવાજો સામે પણ બાપુએ ટીકા કરી સમાજના નવી દિશા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી અને સૌ ભવિકભક્તો એ બાપુની વાતને વધાવી હતી.