Sihor
સિહોરના હનુમાનધારા ખાતે આવેલ અંબાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

પવાર
સિહોરના ભામાશા કહેવાતા સ્વ.ઉત્તમભાઈ ભૂતાના પુત્ર – પુત્રવધુ યજ્ઞમાં પૂજા અર્ચન કર્યા
સિહોર ના સુપ્રસિદ્ધ શ્રી હનુમાનધારા મંદિર ખાતે જગતજનની શ્રી અંબાજી ના સાનિધ્યમાં પ.પૂ ગુરુજી શ્રી હરગોવિંદ દાદા ના શુભ આશિષ થી માં અંબાજી ના પ્રાણ પ્રતિષ્ઠા ના ૧૭ માં વર્ષની સંવત્સરી ના શુભ અવસરે માં અંબાજી ના ચરન શરણમાં આજ રોજ ચૈત્ર વદ ૮ ગુરુવાર ના રોજ શ્રી નવચંડીયજ્ઞ યોજાયેલ.
જેમાં યજ્ઞના વિદ્વાન યુવા કર્મકાંડી જીગ્નેશભાઈ વ્યાસ આચાર્ય પદે યોજાયેલ જેમાં હવન ના યજમાન પદે સિહોર ના ઉદ્યોગપતિ એવા જેનબર્ક પરિવારના ભૂતા ભાવિકાબેન આશિષભાઈ તેમજ આશિષભાઈ ઉતમભાઇ ભૂતા અને કેતનભાઈ ભીખાભાઈ ( વડોદરા) દ્વારા માના ચરણ કમળમાં પૂજા અર્ચના પ્રાર્થના સાથે નવચંડીયજ્ઞ પૂજા કરવામાં આવેલ તેમજ શ્રીફળ હોમ સાંજે ૬ કલાકે યોજાયેલ તેમજ રાત્રીના ૯.,૩૦ કલાકે માં અંબાજી ના સાનિધ્યમાં રાસ ગરબા સહિત નો કાર્યક્રમ યોજાયેલ જેમાં સિહોર શ્રી હનુમાન ધારા સેવા સમિતિ ના કાર્યકરો એ જહેમત ઉઠાવેલ હતી.