Connect with us

Health

મોટા ભાગની મહિલાઓ સ્તન કેન્સરના લક્ષણો જ નથી જાણતી હોતી! જાણો શું કહે છે એક્ષપર્ટ

Published

on

Most women do not experience breast cancer symptoms at all! Find out what the experts say

આજના આ સમયમાં ડાયાબિટીસથી લઇને બ્રેસ્ટ કેન્સર જેવી સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. આ ફાસ્ટ લાઇફમાં નાની-નાની વાતોનું ધ્યાન સ્વાસ્થ્ય માટે રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ બાબતો પર ધ્યાન આપતા નથી શરીર અંદરથી ધીરે-ધીરે બગડવા લાગે છે અને દવાઓ ખાવાનો વારો આવે છે. એમાં પણ જો ખાસ કરીને વાત કરીએ તો આજના આ સમયમાં બ્રેસ્ટ કેન્સર અનેક મહિલાઓને થતુ હોય છે. પહેલાં કરતા હવે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. અમેરિકાના એક નવા સર્વમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ સ્તન કેન્સર ks આક્રમક અને ઘાતક રૂપથી અસામાન્ય લક્ષણોથી અજાણ હોય છે. આ સર્વે 18 વર્ષ અને એના કરતા વધારે મહિલાઓની ઉંમરની 1100 અમેરિકી મહિલાઓ વચ્ચે ઓનલાઇન કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ખુલાસો થયો કે 5માંથી 4 મહિલાઓ સ્તનમાં એક ગાંઠને સ્તન કેન્સરના રૂપમાં ઓળખે છે.

Most women do not even know the symptoms of breast cancer! Find out what the experts say

આ સાથે જ તમને જણાવી દઇએ કે અડધાથી પણ ઓછી મહિલાઓ સ્તનની લાલાશ, ત્વચા મોટી થવી તેમજ એક સ્તન બીજાની તુલનામાં ગરમ અને ભારે મહેસુસ થાય એ લક્ષણોને સમજતી હોય છે. વિશેષ રૂપથી વાત કરવામાં આવે તો કેન્સર એક એવો રોગ છે જેમાં પહેલાં સ્ટેજમાં તમને ખ્યાલ આવે છે તો તમે એમાંથી બહાર આવી શકો છો. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તા અન પાર્ક જણાવે છે કે, મહિલાઓને એ વાતની જાણ હોવી જોઇએ કે સ્તનમાં થતા ફેરફાર સામાન્ય હોતા નથી, જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. લગભગ 50 ટકા સોજાયેલા સ્તન કેન્સરનું નિદાન 4 સ્ટેજના રોગમાં કરવામાં આવે છે. રોગ સ્તનના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. સ્તન કેન્સરના લક્ષણોની વાત કરીએ તો એમાં મોટાભાગે સ્તનના નિપલના આકારમાં ફેરફાર થાય છે. જો તમે આવું લાગે છે તો તમારે આ વાતને ઇગ્નોર કરવી જોઇએ નહી. આ સાથે જ આ લક્ષણો એક એ છે કે સ્તનમાં દુખાવો એક દિવસ પૂરતો નહીં પરંતુ પિરીયડ્સ સુધી ચાલુ રહે છે. જો તમને સ્તનમાં સતત દુખાવો થાય છે અને આ દુખાવામાં એક બે દિવસમાં ફેર પડતો નથી તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

error: Content is protected !!