Sihor
સિહોર જીઆઇડીસીમાં આજથી પ્રારંભ થયેલ સીતારામ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્રથમ દિવસે મોટાભાગના પ્લોટો બુક થયા
બરફવાળા
ફેકટરી તો સીતારામ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં જ
સિહોર જીઆઇડીસી નં 2માં સીતારામ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ પાર્કને ખુલ્લો મુકાયો, અનેક બિઝનેસમેંન વેપારી અને ધંધાર્થીઓએ મુલાકાત લીધી, આજના પ્રથમ ઓપનિંગ દિવસે જ મોટાભાગના પ્લોટ બુક થયા
સમગ્ર જિલ્લામાં મોટા પાયે ધંધો કરવાના તમારા સપના ની ઉન્નતિ એટલે સીતારામ ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ પાર્કનો આજથી સિહોર જીઆઇડીસી નં 2માં આજથી પ્રારંભ થયો છે, આજના પ્રારંભ દિવસે હવન અને પૂજા સાથે બીઝનેસ પાર્કનું ખાતર્મુહત થયું હતું.
જીઆઇડીસી 2 વિસ્તારમાં નવો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર પામી રહેલા સીતારામ બિઝનેસ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે, અહીં 250 થી 1000 સુધીના ઓપન પ્લોટનું વેચાણ આજથી શરૂ થયું છે. અને આજના ખાસ દિવસે મોટાભાગના પ્લોટ બુક થયા છે. સિહોરની વિકાસની ગાડી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે. સિહોર માટે જીઆઇડીસીમાં વિકાસના દ્વાર ખુલશે. આવનાર દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે.
જિલ્લાના આૈદ્યોગિક શહેર તરીકે જેની ગણના થાય છે તે વ્યાપારી ક્ષેત્રે અગ્રેસર સિહોર જીઆઇડીસીઓમાં બીઝનેસ પાર્ક શરૂ થયો છે નવા નવા ઉધોગો સ્થાપિત થાય અને લોકોને મહત્તમ રોજગારી મળી રહે તે માટે સીતારામ બિઝનેઝ પાર્કના નવા સોપાને આજના પ્રથમ દિવસે મોટાભાગના પ્લોટ બુક થયા છે આજના શુભ દિવસે અનેક બિઝનેસમેંન વેપારી અને ધંધાર્થીઓએ મુલાકાત લીધી હતી.