Palitana
પાલીતાણા GST કૌભાંડમાં SITની મોટી કાર્યવાહી, વધુ 5 આરોપીઓની ધરપકડ
દેવરાજ
GST કૌભાંડમાં વધુ 5ની ધરપકડ, ભાવનગર રેન્જ IGની SITની ટીમે કરી ધરપકડ, શાહરૂખ ઉર્ફે ભૂરો યુસુફભાઈ સરફરાજની ધરપકડ
પાલીતાણામાં જીએસટી વિભાગે કાર્યવાહીનો દોર ધમધમાવ્યો છે. GST કૌભાંડમાં વધુ 5ની ધરપકડ કરાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, કરચોરી કરનાર ચોરો સામે ભાવનગર રેન્જ આઈજીએ કમર કસી છે. ત્યારે વધુ પાંચ કૌભાંડીઓને દબોચી લીધા છે.
પાલીતાણામાં GST કૌભાંડ મામલે પાંચ આરોપીઓની ધરપકડ, શાહરૂખ ઉર્ફે ભૂરો અને સરફરાજની ધરપકડ કરાઈ છે ભાવનગર રેન્જ IGની SITની ટીમે કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શાહરૂખ ઉર્ફે, સરફરાજની ધરપકડ કરાઈ છે તેમજ વસીમ ઉર્ફે સાવજ આફતાબ ઉર્ફે સમા અબ્દુલની ધરપકડ કરવામાં આવી છે. 4 આરોપીઓની પાલીતાણાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જુનેદ ઉર્ફે બાપુ મેશનભાઈ સૈયદની નીલમબાગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.