Connect with us

Gujarat

સાળંગપુરના કોઠારી સ્વામીનું ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન, કહ્યું અત્યારે હિન્દુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે….

Published

on

Kothari Swami of Salangpur supports Dhirendra Shastri, said that now Hinduism is under attack....

રઘુવીર મકવાણા

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામીએ ઘીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યું સમર્થન : ઘીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી લાખો લોકો સ્વયંભુ દરબારમાં જોડાઈ છે, ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન ભક્ત છે – કોઠારી સ્વામી

સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે, તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી, તેઓ હનુમાન ભક્ત છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા પડ્યા છે. કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં છે. ગુજરાતના ચાર મહત્વના શહેરોમાં બાબાના દિવ્ય દરબાર યોજાવાના છે. એક બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બોટાદના સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે.

Kothari Swami of Salangpur supports Dhirendra Shastri, said that now Hinduism is under attack....

બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને વિવેક સાગર સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે. અમે કષ્ટભંજનદેવને પ્રાર્થના કરીએ કે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ કાર્યક્રમો સફળ થાય. વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, અત્યારે સત્ય સનાતન હિન્દુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે. બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈ દેશ-દુનિયામાં નીકળ્યા છે. ત્યારે તેમનો વિરોધ થાય તેના ઉપર ધ્યાન ન આપવું જોઈએ. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. વિરોધ કરનારને શંકા હોય તો તે પણ દરબારમાં જોડાઈ શકે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!