Palitana
પાલીતાણાના જામવાળી ગામે બાબા સાહેબના સ્ટેચ્યુને ખંડિત કરનાર સામે સખત કાર્યવાહીની માંગ
પવાર
દલિત અધિકાર મંચના માવજી સરવૈયા સહીતનાઓએ એસપી ને આવેદન પાઠવી રજુઆત કરી છે કે આવુ કૃત્ય કરનારને વહેલી તકે ઝડપી પાડી સખત કાર્યવાહી કરવામાં આવે
પાલીતાણાના જામવાળી ગામે બે દિવસ પહેલા બાબા સાહેબના સ્ટેચ્યુ ખંડિત કરનાર સામે જિલ્લા પોલીસવડાને રજુઆત કરી સખત કાર્યવાહીની માંગ દલિત આગેવાનોએ કરી છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના માવજીભાઈ સરવૈયા સહિતનાઓએ પાલીતાણાના જામવાળી ગામ ખાતે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડૉ.બાબાસાહેબ ના સ્ટેચ્યુને ખંડિત પ્રકરણે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે.
કે ગત તા.૨૪ના રોજ પાલીતાણા તાલુકાના જામવાળી ગામ ખાતે ડો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ને કોઈ અજાણ્યા શખ્સે ખંડિત કરેલ છે, આવું કૃત્ય કરનાર ને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ના બને તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની માંગ કરી હતી અહીં માવજી સરવૈયા સાથે હર્ષદભાઈ બાંભણીયા, ડી.પી.રાઠોડ, જીતુભાઇ બોરીચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા