Food
આ ખોરાકનો આહારમાં કરો સમાવેશ અને તમારા બાળકોને બચાવો ડીહાઈડ્રેશનથી
ગરમીઓમાં બાળકોને હીટસ્ટ્રોકથી બચાવવા માંગતા હોવ તો તેમના આહારમાં દહીંનો સમાવેશ કરો. તેનાથી પેટ ઠંડુ રહેશે, અને પાચન પણ બરાબર થશે. આ માટે બાળકને સાદું દહીં, છાશ, લસ્સી કે રાયતા ખવડાવી શકો છો.નારિયેળ પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. નારિયળ પાણી આપવાથી બાળકનું શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે નાળિયેર પાણી બાળકોને એનર્જી આપે છે અને તેમને તાજગી પણ આપે છે.
બાળકોના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. કેટલાક બાળકો લીલા શાકભાજી ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમે તેમને વેજીટેબલ સૂપ, કટલેટ, સેન્ડવીચ જેવી વાનગીઓ બનાવીને ખવડાવી શકો છો.
તરબૂચ, નારંગી, દાડમ વગેરે જેવા મોસમી ફળોનો ઉનાળામાં બાળકોના આહારમાં ચોક્કસપણે સમાવેશ કરવા જોઈએ. કેટલાક બાળકોને વધુ ફળ ખાવાનું પસંદ નથી. તો આવી સ્થિતિમાં તમે તેમને સ્મૂધી, ફ્રૂટ ચાટ અથવા ફ્રૂટ સેન્ડવીચ બનાવીને ફ્રૂટ જ્યુસ આપી શકો છો.
રમતી વખતે બાળકો પાણી પીવાનું ભૂલી જાય છે. તેમજ ઉનાળામાં પાણી ન પીવાને કારણે બાળકને થાક, નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગે છે. ધ્યાન રાખો કે બાળક દર વખતે એકવાર પાણી પીતો રહે, જેથી તેને હિટ સ્ટ્રોકથી બચાવી શકાય છે. બાળકો માટે દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. (નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)