Connect with us

Palitana

પાલીતાણા નગરપાલિકા વોર્ડ નં.5 માં ‘મારો વોર્ડ એ જ મારો પરિવાર’ નું સુત્ર ખરા અર્થમાં સાર્થક

Published

on

In Palitana Municipality Ward No. 5 the motto 'My ward is my family' is truly meaningful.

દેવરાજ

  • વોર્ડના વિસ્તારોમાં RCC રોડનું ખાતમુહૂર્ત કરાયું ; સાધુ-સંતો અને સામાજિક આગેવાન નિકુલસિંહ સરવૈયા(હોટેલ નંદિની) ની ઉપસ્થિતિમાં કાર્યનો આરંભ

પાલીતાણા નગરપાલિકાનાં વોર્ડ નંબર 5 પૈકીના હરિરામ નગર, રાધા કૃષ્ણ મંદિર(પટેલ વાડી), તેમજ પરિમલ સોસાયટીમાં સુવિધાસભર RCC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરના મહંતશ્રી મનુબાપુ, નીલકંઠ મહાદેવ મંદિરના મહંતશ્રી ઓમ બાપુ તેમજ તમામ વિસ્તારના સાધુ-સંતોના વરદહસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,

In Palitana Municipality Ward No. 5 the motto 'My ward is my family' is truly meaningful.

આ સમગ્ર કાર્યક્રમમાં પાલીતાણા નગરપાલિકાના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં સ્થાનિક વડીલો અને યુવાનો ઉપસ્થિત રહેલ, આ સમગ્ર કાર્ય માટે પાલીતાણાનું ગૌરવ અને લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા પણ ટેલિફોનીક શુભકામનાઓ પાઠવવામાં આવેલ. કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 5 ના કાઉન્સેલર શ્રી વિનુભાઈ ગોહિલ તેમજ કાર્યકરોની મહેનતથી દ્વારા સુચારુ રૂપે સંપન્ન થયેલ.

error: Content is protected !!