Palitana
પાલીતાણા RMD હોસ્પિટલ ખાતે ફૂલ ફેસિલિટી વાળા ICU વિભાગનું અનાવરણ કરવામાં આવ્યું, ચકેશ્વરી મહારાજ સાહેબ ઉપસ્થિત રહ્યાં
વિશાલ સાગઠિયા
પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં ગીરીવિહાર ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમની એક પ્રવુતિ રૂપે લોકોને શારીરિક સુખાકારી માટે કામગીરી રહી છે ગિરીવિહાર ટ્રસ્ટ પાલીતાણા સંચાલિત તળેટી ખાતે આવેલ આર.એમ.ડી હોસ્પિટલ – જયા રીહેબ સેન્ટર .. જેમાં સુવિધા સુલભ નવા ICU વિભાગનું અનાવરણ કરવામાં આવ્યું
અધતન સુવિધાથી સજ્જ ICU વિભાગ બનાવવામાં આવ્યો જેમાં ડાયાલિસિસના દર્દીઓને ICUમાં જ સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ સાથોસાથ અનેક નવી ફેસીલીટી વિભાગમાં મૂકવામાં આવી વેન્ટિલેટર સહિત મશીનો મુકવામાં આવ્યા ત્યારે શ્રી જયંતિ ભાઈ એમ સંઘવી (એમ.ડી રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબસ લિમિટેડના) હસ્તે ICU વિભાગનું અનાવરણ કરવામાં આવ્યું
જેમાં હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અજયભાઈ શાહ તેમજશ્રી સુરેશભાઈ તેમજ શ્રી મુકેશભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં ICU અનાવરણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને તાલુકાજનો માટે આજથી આઈ.સી.યુ. વિભાગ ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે પાલીતાણા RMD હોસ્પિટલ દ્વારા તાલુકાના લોકો માટે વધુ એક સુવિધા નો વધારો કરવામાં આવ્યો