Bhavnagar
હરદીપ રોયલાની ભાવનગર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે પસંદગી

દેવરાજ
હરદીપ રોયલાની સેવાદળ પ્રમુખ તરીકે વરણી થતા ઠેર ઠેરથી આવકાર, કોંગ્રેસમાં નવો જોમ જુસ્સો ઉમેરાયો
ભાવનગર કોંગ્રેસના યુવા કાર્યકર અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખનો હોદ્દો શોભાવનાર હરદીપ રોયલાની ભાવનગર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે પસંદગી થતા કોંગ્રેસ પક્ષના યુવા કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી છે. હરદીપ શ્રી નાનાભાઈ રોયલા ( માજી ધારાસભ્ય ) ના પૌત્ર છે.
કોંગ્રેસ પક્ષમાં અગ્રેસર રહી નૂતન કાર્યોથી પોતાની અભિન્ન છાપ ઊભી કરી છે. આ હોદ્દો અને પક્ષની જવાબદારીઓના વહન માટે ઉત્સાહપૂર્વક કાર્ય કરી શકે તે માટેની આ પસંદગી ગૌરવભેર ગણી શકાય.
કોંગ્રેસના આગેવાનોએ તેમને આ પસંદગી માટે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હરદીપ રોયલાની સેવાદળ પ્રમુખ તરીકે વરણી થતા ઠેર ઠેરથી આવકાર મળ્યો છે અને કોંગ્રેસમાં નવો જોમ જુસ્સો ઉમેરાયો છે